દારૂ પી સુઇ ગયેલા યુવાન ઉપર ટ્રકનું વ્હીલ ફરી વળ્યું
દારૂૂ માણસને પી જાય છે! આ સરકારી વાક્ય આજે ફરી એક વખત તળાજામા પરપ્રાંત થી અહીં પેટિયું રળવા આવનાર યુવકના અકસ્માત ને મોત ને લઈ સાચું ઠર્યું છે.યુવક અહીં આવ્યો હતો પેટિયું રળવા પરંતુ દારૂૂનો વ્યસની બની ગયોહતો.બપોરે પીને ટ્રકના પાછળના ટાયર પાછળ સુઈ ગયો હતો. નાશમા એટલો ધૃત હતોકે ટ્રક ચાલુ થયો તે પણ તેને ખબર ન હતી.મૃતક ના ખીસામાંથી પણ દારૂૂની કોથળી મળી આવી હતી.
આગ્રા જિલ્લામાંથી અહીં લાદી ટાઈલ્સ ચોંટાડવાની મજૂરી કામે અનિલ રામકીશન આવેલ હતો.આ ઈસમ બપોરના સમયે આશાપુરા હોટલ ના મેદાનમાં પાર્ક કરેલ ડમ્પર ટ્રકના પાછળના ટાયર પાસે સુઈગયો હતો. ડમ્પરના ચાલકે રિવર્સ લેતા ચકદાઇ જતા તેમનું ત્યાંજ મોત નીપજ્યું હતું.અહીં એકઠા થયેલા ટોળામાંથી જાણવા મળ્યું હતુંકે ઇસમે એટલો પીધો હતોકે તેમને ક્યાં સુવાઈ ગયું છે તેની પણ ભાન ન હતી.પોલીસ જ્યારે સ્થળ પર પહોંચી ત્યારે ખીસામાંથી દારૂૂની કોથળી મળી આવી હતી. આ ઘટનાએ ફરીને સવાલ ઉભા કર્યા હતા કે યુવકના મોત પાછળ જવાબદાર કોણ? પોતે નસેડી હતો એ કે દારૂૂ વેચનાર કે પછી ખુલ્લેઆમ દારૂ વેચવાનો પરવાનો આપનાર!.