ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

વાંકાનેર જીનપરા જકાતનાકે બેકાબૂ બનેલા ટ્રક ચાલકે પોલીસ ચેકપોસ્ટ ઉડાવી

11:52 AM Nov 19, 2025 IST | Bhumika
Advertisement

વાંકાનેર શહેરના જીનપરા જકાતનાકા(હાઈવે) ખાતે આજરોજ વહેલી સવારે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં હાઇવે પરથી પસાર થતું એક ટ્રક ટ્રેઇલર અચાનક બેકાબુ બની વિજપોલ સાથે અથડાઇ જકાતનાકે સ્થિત પોલીસ ચેકપોસ્ટ સાથે જોરદાર ટક્કર થતા ચેકપોસ્ટ ઉડીને ટુકડેટુકડા થઇ ગઇ હતી. આ અથડામણ એટલી પ્રચંડ હતી કે ચેકપોસ્ટનું સંપૂર્ણ નુકસાન થઈ ગયું હતું અને સ્ટ્રક્ચરનો ભાગ સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયો હતો.

Advertisement

આ સાથે જ પીજીવસીએલવા વિજ પોલ તેમજ હાઇવે ઓથોરિટીની સ્ટ્રીક લાઇટના પોલ પણ તુટી ગયા હતા. ઘટના સમયે ચેકપોસ્ટ પર કોઈપણ પોલીસ કર્મી કે અન્ય વ્યક્તિ હાજર ન હોવાથી મોટી જાનહાનિનો ભય ટળી ગયો હોવાની વિગતો મળી રહી છે. આ અકસ્માત બાદ ટ્રક ચાલક પોતાનું વાહન સ્થળ પર મુકી નાસી ગયો હતો.

Tags :
accidentgujaratgujarat newsWankanerWankaner news
Advertisement
Next Article
Advertisement