For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ક્રિસમસ-ન્યૂ યરની ઉજવણી માટે બજારમાં આઈટમોનો ખજાનો ખુલ્યો

03:55 PM Dec 24, 2024 IST | Bhumika
ક્રિસમસ ન્યૂ યરની ઉજવણી માટે બજારમાં આઈટમોનો ખજાનો ખુલ્યો

ડીસ્કો લાઈટિંગ ટ્રી, 1થી 12 ફૂટ સુધીના ક્રિસમસ ટ્રી, સાંતાક્લોઝના ડ્રેસથી માંડી કેન્ડલ-કાર્ડસ સુધીની ગિફ્ટ

Advertisement

ક્રિસમસ ફેસ્ટીવલ અને ન્યુયરની આઈટમોને હવે ગણતરીના જ કલાકો બાકી રહયા છે. નાતાલ અને ન્યુયરના ડેકોરેશન માટે ડો. યાજ્ઞીક રોડ ઉપર આવેલ જોહર કાર્ડસમાં તથા જોહર ગેલેરી પ્રેમ મંદીર રોડ ગાર્ડન સામે કાલાવડ રોડ વાળા જોહરભાઈ એ જણાવ્યુ કે આ વર્ષ ક્રિસમસ ત્થા ન્યુ યરનાં તહેવાર નીમીતે અમારે ડેકોરેશન ચર્ચ, સ્કુલ, કોલેજો, રેસ્ટોરન્ટ, શોરૂમ, ઘર, હોટલોને સજાવવા માટે લાઇટીંગ ફાયબર ટ્રી, જીંગલબેલ, જુમ્મર બેલ, મીરર બોલ સાઇઝના, ક્રિસમસ ત્થા ન્યુ યર લખેલી ગ્લિટર વાળા તથા સાદા બેનરો, કેન્ડલ સ્ટેન્ડ, શાન્તા કલોઝના મ્યુજીકલ ત્થા ડાંન્સીંગ કરતા સ્ટેચ્યુ, અલગ અલગ સાઇઝનાં ક્રિસમસ ટ્રી, ક્રિસમસ ટ્રીને ડેકોરેશન કરવાની દરેક આઇટમ ફુલ સાઇઝમાં શાન્તા કલોઝના ડ્રેસ,શાન્તા ટોપી, બહાર લગાડવા માટે સ્ટાર, પોપ સ્ટાર મેટાલીક બોર્ડનાં સ્ટાર, ભગવાન ઈસુના ત્થા મેરીના ફોટા વાળા સ્ટાર, ક્રિસમસ અને ન્યુ યર માટે અલગ અલગ સાઇઝના પાઈન ટ્રી, લાઇટીંગ કેન્ડલો, કાચના ડોર ઉપર લગાડવા માટેના ક્રિસમસ - ન્યુયર લખેલ પોસ્ટરો, વિવિધ મેટાલીક જાલરો, મેટાલીક પરદાઓ, ડેકોરેટ કરેલ અલગ અલગ સાઈજની રીંગ, ડેકોરેશન નેટ, દીવાલ ઉપર ત્થા છત ઉપર લગાડવા માટે ચેઇનવાળા ડેકોરેશન કરેલ જીંગલ બેલ સાથે શાન્તા કલોઝ વાળા ભવ્ય વેરાયટીઓમાં આવેલ છે. થર્માકોલનાં સાઈન બોર્ડ ઝરી લગાડેલા, મેટાલીક સાઇનીંગ વેલ, સોફટ ટોયઝના શાન્તા કલોઝ, ટ્રી માં લગાડવા માટે ડેકોરેટ કરેલ ચેઇન , સ્નો મેઈન, શાન્તા કલોઝનો થેલો, ક્રિસમસ અને ન્યુ યર આ બંને મહત્વનાં દિવસોમાં ગીફટ આપવાની તૈયારી કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement