હળવદના મયાપુર ગામે બે વર્ષની બાળકી ઉપર ટ્રેકટર ફરી વળ્યું
હળવદના મયાપુર ગામની સીમમાં કોયાવાળી સીમમાં બાળકીને ટ્રેકટરની ટ્રોલી નીચે સુવડાવેલ હોય દરમિયાન બાળકોએ ટ્રેક્ટર ચાલુ કરી દેતા બે વર્ષની બાળકીનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદના અજીતગઢ ગામ રહેતા સુનીલભાઈ રતનભાઈ વાનિયા ના પત્ની એ તેની દીકરી ચાંદની (ઉ.2)ને માયાપુર ગામે કોયાવાળી સીમમાં ટ્રેક્ટર જીજે 36 એપી 0466 ની સાથે ટ્રોલી ના છાયડામાં સુવાડેલ હોય ત્યારે ચાંદનીના માસીના દીકરાઓ કાનો (ઉ.10) અને આનંદ (ઉ.7) બંને રમતા રમતા ટ્રેક્ટર ચાલુ કરી દેતા ટ્રોલી નીચે ચાંદની સુતી હતી ત્યારે ટ્રેક્ટરના ટ્રોલીનું વ્હીલ ફરી વળતા ચાંદનીનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે હળવદ પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અગાસી પરથી પડી જતા મોત
મોરબીના સાદુંળકા ગામની સીમમાં કિયા સિરામિકની લેબર કોલોનીમાં અગાસી ઉપરથી પડી જતા યુવાનનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
મોરબીના સાદુંળકા ગામની સીમમાં આવેલ કિયા સિરામિકમા રહેતો જીતેન કિશન ડંડીયા (ઉ.28) ગત તા. 4 ના રોજ રાત્રીના અગાસી પરથી પડી જતા ગંભીર ઈજા થતા સારવાર માટે પ્રથમ ઓરબી બાદ વધુ સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું જે મામલે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
યુવાન ઉપર હુમલો
મોરબીના ગ્રીનચોક કંશારા શેરીમાં રહેતા દીપેનભાઈ અંનતરાય કરથીયા (ઉ.45) એ મોરબી એ ડીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તેને આરોપી કાળુભાઈ ચનીયારા સાથે વેપાર ધંધાના પૈસા લેવાના બાકી હોય જે દિનેશભાઈ આરોપી કાળુભાઈના કારખાને લેવા જતા આરોપી દિલીપભાઈ કાળુભાઈ ચનીયારા હાજર હોય તેને દીપેનભાઈએ કાળુભાઈ બાબતે પૂછતા હાજર ના હોય તેમ કહેતા દીપેનભાઈ એ કહેલ કે મારે પૈસા માટે કેટલા ધક્કા ખાવા તેમ કહેતા આરોપી દિલીપભાઈ એ ઉશ્કેરાઈ જઈ ગાળો આપવા લાગેલ તે દરમિયાન આરોપી કાળુભાઈ આવી જતા તેઓ પણ દીપેનભાઈને ગાળો આપી ઢીકા પાટુંનો માર મારી તેમજ આરોપી દિલીપભાઈ એ માથાના ભાગે છરીનો એક ધા મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ નોંધાવી છે.
