For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જિલ્લાની 5 પાલિકામાં કુલ 469 ઉમેદવારો સ્પર્ધામાં

05:50 PM Feb 07, 2025 IST | Bhumika
જિલ્લાની 5 પાલિકામાં કુલ 469 ઉમેદવારો સ્પર્ધામાં

આગામી તા.16 ફેબ્રુઆરીના રોજ રાજકોટ જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાનાર છે. જેમાં જસદણ, જેતપુર-નવાગઢ, ધોરાજી, ભાયાવદર અને ઉપલેટા એમ થઈને કુલ પાંચ નગરપાલિકા તથા ગોંડલ, ઉપલેટા, જેતપુર અને જસદણ થઈને કૂલ 6 તાલુકા પંચાયતની બેઠકો પર પેટા ચૂંટણીઓ યોજાશે.

Advertisement

સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાબતે જિલ્લા કલેકટર પ્રભવ જોશીએ જણાવ્યું હતું કે, પાંચ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે, તેમાં જસદણ નગરપાલિકામાં 1 થી 7 વોર્ડ માટેની 28 બેઠકો પર 64 ઉમેદવારોએ ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે, જેમાંથી બે બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેતપુર-નવાગઢ નગરપાલિકામાં 1 થી 11 વોર્ડ માટેની 44 બેઠકો પર 140 ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે. ધોરાજી નગરપાલિકામાં 1 થી 9 વોર્ડ માટેની 36 બેઠકો પર 110 ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે. ભાયાવદર નગરપાલિકામાં 1 થી 6 વોર્ડ માટેની 24 બેઠકો પર 68 ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે. ઉપલેટા નગરપાલિકામાં 1 થી 9 વોર્ડ માટેની 36 બેઠકો પર 87 ઉમેદવારો ચૂંટણી માટે નામાંકન કરાવ્યું છે, જેમાંથી પાંચ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. પાંચ નગરપાલિકાની ચૂંટણીઓમાં કૂલ 168 બેઠકો પર કૂલ 469 ઉમેદવારોએ નામાંકન કર્યું છે. અત્યાર સુધીમાં કૂલ સાત બેઠકો બિન-હરીફ જાહેર કરાઈ છે.

નગરપાલિકાની ચૂંટણીઓની સાથોસાથ તાલુકા પંચાયતની કૂલ 6 બેઠકો ઉપર પેટા ચૂંટણીઓ યોજાનાર છે. ગોંડલની એક બેઠક, ઉપલેટાની બે બેઠક, જેતપુરની એક બેઠક અને જસદણની બે બેઠક થઈને કૂલ 6 બેઠક પર કૂલ 12 ઉમેદવારોએ નામાંકન કર્યું છે.
નગરપાલિકાઓમાં ચૂંટણી ખર્ચની જોગવાઈ મુજબ, જે નગરપાલિકામાં 9 કે તેથી ઓછા વોર્ડ હોય ત્યાં ઉમેદવાર રૂૂ. 1.5 લાખ ચૂંટણી ખર્ચ પેટે વાપરી શકે. જે નગરપાલિકામાં 9 કે તેથી વધુ વોર્ડ હોય ત્યાં ઉમેદવાર રૂૂ. 2.5 લાખ ચૂંટણી ખર્ચ પેટે વાપરી શકે છે.
નગરપાલિકાની અને તાલુકા પંચાયતની ચૂંટણીઓ નિષ્પક્ષ રીતે યોજાય તે માટે રાજકોટ વહીવટી તંત્રના 4110 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યા છે. તમામ કર્મચારીઓને તાલીમબધ્ધ કરવામાં આવી રહ્યા છે. નગરપાલિકા તથા તાલુકા પંચાયત ચૂંટણી ફરજ પરના કર્મચારીઓ માટે 284 પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે.

Advertisement

સર્વીસ વોટર્સ માટે કૂલ 173 પોસ્ટલ બેલેટ ઇસ્યુ કરવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણીની વિવિધ કામગીરી માટે કૂલ 11 નોડલ ઓફિસરોની નિંમણુંક કરવામાં આવી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે હેલ્પલાઈન તથા ફરીયાદ કરવા માટે 0281-2471573 નંબર નક્કી કરવામાં આવ્યો છે. તમામ બુથ ઉપર ચૂંટણી ફરજના સ્ટાફ માટે પીવાનું પાણી, બેડીંગ, ભોજન સહિતની વ્યવસ્થાઓ કરવામાં આવી છે. નગરપાલિકા તથા તાલુકા પંચાયતની ચૂંટણીઓ માટે કૂલ પાંચ સખી મતદાન મથકો નિયત કરવામાં આવ્યા છે. ઉપરોક્ત તમામ બેઠકોનું મતદાન આગામી તા. 16/02/2025ના રોજ કરવામાં આવશે અને મત ગણતરી તા. 18/02/2025ના રોજ સવારે 09.00 કલાકથી કરવામાં આવશે.

રિસિવિંગ -ડિસ્પેચિંગ સેન્ટરો નક્કી
નગરપાલિકા તથા તાલુકા પંચાયત માટે રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટરો પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. જે મુજબ ઘોરાજી નગરપાલિકાનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર નવી ભગતસિંહજી હાઈસ્કૂલ -ધોરાજી રહેશે.જેતપુર- નવાગઢ નગરપાલિકાનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર સેન્ટ ફ્રાન્સીસ સ્કૂલ નેશનલ હાઇવે નવાગઢ જેતપુર રહેશે. ઉપલેટા નગરપાલિકાનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર ટાવરવાળી તાલુકા શાળા, ઉપલેટા ખાતે રહેશે. ભાયાવદર નગરપાલિકાનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર મ્યુનિ. ક્ધયા વિદ્યાલય ભાયાવદર રહેશે. જસદણ નગરપાલિકાનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર મોડેલ સ્કુલ, જસદણ રહેશે. જ્યારે ગોંડલ તાલુકા પંચાયતનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર તાલુકા સેવા સદન, ગોંડલ રહેશે. જેતપુર તાલુકા પંચાયતનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર તાલુકા સેવા સદન મામલતદાર કચેરી જેતપુર જૂનાગઢ રોડ જેતપુર રહેશે. ઉપલેટા તાલુકા પંચાયતનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર મામલતદાર કચેરી ઉપલેટા રહેશે. જસદણ તાલુકા પંચાયતનું રિસિવિંગ અને ડિસ્પેચિંગ સેન્ટર તથા મત ગણતરી કેન્દ્ર મોડેલ સ્કુલ જસદણ રહેશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement