મોરબી જિલ્લામાં બોર્ડના કુલ 22844 પરીક્ષાર્થી
ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા. 27/02/2025 ના રોજથી ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષા યોજાવા જઈ રહી છે.ત્યારે મોરબી જિલ્લા પરીક્ષા સમિતિની મીટીંગ મોરબી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં જિલ્લામાં સુચારુ રૂૂપે પરીક્ષા યોજાય તે માટે તૈયારીને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
રાજ્યમાં ધોરણ 10 અને 12 ના વિદ્યાથીની બોર્ડની પરીક્ષા આગામી તા.27/02/2025 ના રોજથી યોજાશે. ત્યારે મોરબી જિલ્લા કલેકટર ઝવેરીની અધ્યક્ષતામાં જિલ્લા પરીક્ષા સમિતિની મીટીંગ યોજાઈ હતી. જેમાં કલેકટરે સમગ્ર પરિક્ષાની જરુરી તમામ પાસાઓનો રીવ્યુ કરી સમગ્ર જીલ્લામાં પારદર્શિતા સાથે વિદ્યાર્થીને યોગ્ય સાનુકૂળ વાતાવરણ મળી રહે અને ગેરરીતિ રહિત પરીક્ષા પૂર્ણ કરવા જરુરી સુચનો કર્યા હતા. એસ.ટી.વિભાગ દ્વારા પરીક્ષાના સમયે પરીક્ષા સ્થળો પર પહોંચવા અસુવિધા ન થાય તે રીતે સમયસર બસોના રૂૂટ ચાલે જરુરી પરીક્ષા કેન્દ્રો પર નવા રૂૂટ ફાળવવા તેમજ વીજ વિભાગને વીજ પુરવઠો અવિરત રીતે મળતો રહે તે માટે યોગ્ય વ્યવસ્થા જાળવવા સૂચના આપવામાં આવી હતી.
અધિક કલેક્ટર ખાચર દ્વારા પરીક્ષા સમય માટે જરુરી જાહેરનામા તથા તમામ કેન્દ્ર પર જીલ્લાના વર્ગ 1 અને 2 ના અઘિકારીઓની નિમણુંક કરી વહિવટી તંત્રની સીધી દેખરખ હેઠળ પરીક્ષાના આયોજનની વાત રજૂ કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીએ સમગ્ર પરીક્ષામાં જરૂૂરી તમામ પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા વિશે વાત કરી હતી.
ધો. 10 અને 12 ની પરીક્ષા મોરબી જિલ્લામાં કુલ 17 કેન્દ્રો પર 86 બિલ્ડિંગમાં કુલ 22,844 વિધાર્થીઓ પરીક્ષા આપશે. જે પરીક્ષા માટેની તમામ પુર્વ તૈયારી, પરીક્ષામાં રોકાયેલ સ્ટાફને જરૂૂરી તાલીમ આપી માહિતી પુરી પાડવામાં આવી હતી. તેમજ ધોરણ 10ના ઝોનલ તરીકે એસ જે મેરજા અને ધો 12ના ઝોનલ તરીકે બી એલ ભાલોડિયાને જવાબદારી સોંપવામાં આવી છે. જે જિલ્લા પરીક્ષા સમિતિની મિટિંગની વ્યવસ્થા વર્ગ 2 પ્રવિણ અંબારીયા અને ભદ્રસિંહ વાઘેલાએ ખૂબ સુંદર રીતે સંભાળી હતી.