ફોરેક્ષ ટ્રેડિંગમાં લાખો હારી ગયેલા ભાગીદારોના ત્રાસથી કર્યો આપઘાતનો પ્રયાસ
વાંકાનેર પાસે ફિનાઇલ પી લીધી, બે પોલીસમેન, શિક્ષિકા સહિતના ભાગીદારો બળજબરીથી પૈસા પડાવવા ધાક-ધમકી આપતા હોવાનો સ્યૂસાઈટ નોટમાં ઉલ્લેખ
રાજકોટમાં રેલવે હોસ્પિટલમાં ફરજ બજાવતા કર્મચારીએ ભાગીદારીમાં ફોરેક્ષ ટ્રેડીંગમાં લાખો રૂૂપિયા હારી ગયા બાદ ભાગીદાર એવા બે પોલીસમેન, શિક્ષિકા સહિત છ શખ્સો અવાર નવાર પૈસાની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હોવાથી સુસાઈડ નોટ લખી આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી જવા પામી હતી.રાજકોટના રેલવે કર્મીએ વાકાનેર જઈ ફિનાઈલ ગટગટાવી લેતા તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ રાજકોટમાં માધાપર ચોકડી પાસે વિનાયક વાટીકામાં આવેલી અવધ રેસીડેન્સીમાં રહેતા અને રેલવે હોસ્પિટલમાં સીએમએસના પીએ તરીકે ફરજ બજાવતા આનંદકુમાર નવલરામ બાદાણી (ઉ.વ.39) નામના યુવાને મંગળવારે બપોરે વાંકાનેર-મોરબી હાઈવે પર ઝાંઝર ટોકીઝ પાસે ફિનાઈલ પી લેતા તેમને સારવાર માટે પ્રથમ વાંકાનેર બાદ વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પ્રાથમિક તપાસમાં રેલવે કર્મચારી આનંદકુમાર મુળ પડધરીના હડમતિયાના વતની છે અને હાલ રાજકોટમાં પત્ની અને એક પુત્ર સાથે રહે છે. તેમણે સવારે પત્નીને અમદાવાદ જવાનું કહી ઘરેથી નીકળી વાંકાનેર જઈ સુસાઈડ નોટ લખી આ પગલું ભરી લીધું હતું.સુસાઈડ નોટમાં તેમણે જણાવ્યા મુજબ તેઓ ફોરેક્ષ ટ્રેડીંગ કરતા હતા.જેમાં રાજકોટમાં એરપોર્ટ ફાટક પાસે રહેતી અને કોલેજમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતી હિરલ સંજીવભાઈ બુધવાણી, પ્રનગર પોલીસ મથકના કોન્સ્ટેબલ રવિ મોહનભાઈ રાઠોડ, અમદાવાદ રેલવે સુરક્ષબળનો કોન્સ્ટેબલ મનોજ પટેલ, દિપક પ્રજાપતિ અને ડાકોરનો નરેશ દરજી ભાગીદાર હોય .
જેથી ભાગીદારીમાં નાણાનું રોકાણ કરી ફોરેક્ષ ટ્રેડીંગ કરતા હતા.બાદમાં વર્ષ 2020 થી 2022ના સમયગાળામાં ફોરેક્ષ ટ્રેડીંગમાં લાખો રૂૂપિયા હારી જતા ઉપરોક્ત તમામ આરોપીઓ નાણાની પઠાણી ઉઘરાણી કરી ત્રાસ આપતા હતા. જેમાં શિક્ષિકા હિરલ તેના મળતીયાઓને મોકલી મારામારી કરી નાણા કઢાવવા જાનથી મારી નાંખવાની ધમકી આપતા હતા.જ્યારે પોલીસમેન રવિ રાઠોડ પણ હું પોલીસ ખાતામાં છું અને મારૂૂ કોઈ કાઈ ઉખાડી નહી લે તેમ કહી પઠાણી ઉઘરાણી કરી હેરાન કરતો હતો.
ઉપરોકત તમામ આરોપીઓએ તેમને આત્મહત્યા માટે મજબૂર કરતા તેમણે આપગલું ભરી લીધાનું જણાવ્યું હતું. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી વાંકાનેર પોલીસને જાણ કરતા પોલીસે તપાસનો ધમધમાટ હાથ શરૂ કર્યો હતો.