For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સુત્રાપાડાના મોરાસા ગામે ત્રણ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધી

11:30 AM Apr 15, 2025 IST | Bhumika
સુત્રાપાડાના મોરાસા ગામે ત્રણ વર્ષની માસૂમ બાળકીને દીપડાએ ફાડી ખાધી

સુત્રાપાડાના મોરાસા ગામે ગત મોડી રાતે એક શ્રમિક રમેશભાઈ ચાવડા તેમના પરિવાર સાથે ઘરમાં જમવા બેઠો હતો અને કુંદના નામની ત્રણ વર્ષની દીકરી ઘરના પટાગણમાં હાથ ધોવા ગઈ હતી ત્યારે અચાનક જ દિપડો આવી ચડ્યો હતો અને બાળકીને ઉઠાવી ને નજીકના બાવળીયા વિસ્તારમાં લઈ ગયો હતો અને ત્યાં ફાડી ખાધી હતી આ સમગ્ર મામલે ગામના સરપંચના પ્રતિનિધિ બહાદુરસિંહ ગોહિલ એ આ સમગ્ર મામલે વન વિભાગ ને જાણ કરતાં અવર વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને દીપડાને પકડવા કવાયત હાથ ધરી હતી આખી રાત શોધખોળ કર્યા બાદ વહેલી સવારે સાત કલાકે બાળકી નજીકના વોકળા ના જાડી જાખરા માંથી મળી આવી હતી બાળકીને તાત્કાલિક પીએમ અર્થે સુત્રાપાડા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી આ તો કે વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે આ સમગ્ર મામલે અમને 23 કલાકે ગામના સરપંચે જાણકારી હતી અને અમારો તમામ સ્ટાફ ફુલનાઇટ પેટ્રોલિંગ કરી એક દીપડાને પકડી પાડવામાં આવ્યો હતો અને પાંચ પાંજરાઓ આ વિસ્તારમાં ગોઠવવામાં આવ્યા છે જો અન્ય દીપડા આ વિસ્તારમાં હશે તો તેને પણ પકડવામાં આવશે આ સમગ્ર મામલે પરિવારે આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં સાતથી આઠ દીપડાઓ વસવાટ કરે છે આ તમામ દીપડાને વહેલી તકે પકડવામાં આવે તેવી માંગણી ઘરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement