For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ટંકારા નજીક વાડીમાં રમતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું કુંડીમાં ડૂબી જતાં મોત

01:39 PM Jul 16, 2025 IST | Bhumika
ટંકારા નજીક વાડીમાં રમતા ત્રણ વર્ષના માસૂમ બાળકનું કુંડીમાં ડૂબી જતાં મોત

ટંકારા તાલુકામાં વાડીમાં કામ કરતા ખેત શ્રમિકનો દીકરો રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા પાણીમાં ડૂબી જતા મોત થયું હતું ત્રણ વર્ષના માસૂમના મૃત્યુના બનાવ મામલે પોલીસે વધુ તપાસ ચલાવી છે.
મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ટંકારા નજીક વાડીએ રહીને મજુરી કરતા નારાયણભાઈ ડાવરના ત્રણ વર્ષના પુત્ર વીકી વાડીએ રમતા રમતા પાણીની કુંડીમાં પડી જતા ડૂબી જતા બાળકને ટંકારા સરકારી હોસ્પિટલ ખસેડાયો હતો જ્યાં ફરજ પરના તબીબે જોઈ તપાસીને બાળકને મૃત જાહેર કર્યો હતો ટંકારા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

મોરબીમાં રહેતી 52 વર્ષીય મહિલાનો પતિ 30 વર્ષથી દુબઈ નોકરી કરતો હતો અને મહિલા એકલવાયા જીવનથી કંટાળી જતા અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા સારવારમાં મોત થયું હતું પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે.

મૂળ ભાણવડના વતની હાલ મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા જીજ્ઞાશાબેન નટવરલાલ મોઢા (ઉ.વ.52) નામની પરિણીતા અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક જીજ્ઞાશાબેનના પતિ છેલ્લા 30 વર્ષથી દુબઈ નોકરી કરતા હતા અને મહિલા એકલવાયું જીવન જીવતા હતા જેથી સ્વભાવ ચીડિયો થઇ ગયો હતો અને એકલવાયા જીવનથી કંટાળી પોતાની જાતે ઝેરી ટીકડા ખાઈ લેતા મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement