For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પુરવઠા વિભાગની મનમાનીના કારણે રેશનકાર્ડધારકો સસ્તા અનાજથી વંચિત

04:16 PM Sep 19, 2025 IST | Bhumika
પુરવઠા વિભાગની મનમાનીના કારણે રેશનકાર્ડધારકો સસ્તા અનાજથી વંચિત

પ્રધાનમંત્રી મોદીની મહત્વાકાંક્ષી યોજના નસ્ત્રવન નેશન વન રેશનકાર્ડસ્ત્રસ્ત્ર ની ગુજરાતમાં અમલવારી સામે ઓલ ગુજરાત ફેર પ્રાઈસ શોપ એસોસિએશને સવાલો ઉઠાવ્યા છે. આ મામલે એસોસિએશને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પત્ર લખીને ગંભીર આક્ષેપો કર્યા છે.

Advertisement

પત્રમા એસોસિએશને જણાવ્યું છે કે ગુજરાત પુરવઠા વિભાગ દ્વારા વન નેશન વન રેશનકાર્ડ યોજનાનું નસ્ત્રબાળ મરણસ્ત્રસ્ત્ર કરવાની નીતિ અપનાવવામાં આવી રહી છે. એસોસિએશનનો આક્ષેપ છે કે, અધિકારીઓ દુકાનદારો સાથે ચર્ચા કરવા પણ તૈયાર નથી. વારંવાર બદલાતા નિયમો અને તઘલખી નિર્ણયોને કારણે યોજના યોગ્ય રીતે ચાલી રહી નથી. ખાસ કરીને પોર્ટેબિલિટીનો જથ્થો ફાળવવામાં થતી ગેરરીતિઓને કારણે દુકાનદારોને અને ગ્રાહકોને મુશ્કેલી પડી રહી છે.

એસોસિએશનના જણાવ્યા મુજબ, ગોડાઉનમાંથી સસ્તા અનાજની દુકાન સુધી સમયસર અનાજ પહોંચાડવામાં આવતું નથી. આથી, જરૂૂરિયાતમંદ ગરીબ લાભાર્થીઓને સમયસર અનાજ મળતું નથી અને તેઓ ધક્કા ખાઈ રહ્યા છે. આ ઉપરાંત, દુકાનદારોને પણ સમયસર કમિશનની રકમ આપવામાં આવતી નથી.
એસોસિએશને માંગ કરી છે કે, ઓએનઓઆરસી યોજના માટે જરૂૂરિયાત મુજબ પરમિટ બનાવવી જોઈએ અને તેમાં કોઈ ટકાવારીનો નિયમ ન હોવો જોઈએ. જો પુરવઠા વિભાગની આ ચરમરાયેલી વ્યવસ્થામાં સુધારો નહીં થાય, તો સસ્તા અનાજની દુકાનના સંચાલકો દ્વારા તાલુકા-તાલુકામાં આવેદનો આપવામાં આવશે અને પુરવઠા નિગમની નિષ્ફળતાઓ જાહેરમા લાવવામા આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement