સિમેન્ટના નામે ચૂનો ચોપડતા કોન્ટ્રાક્ટરોને પકડવા ટેસ્ટિંગ લેબ કાર્યરત
- રેતી, કપચી, કોંકીટ, ડામર સહિતની ટેસ્ટિંગ સુવિધાઓથી કોર્પોરેશન ક્વોલિટી ક્ધટ્રોલ કરાશે
ગુજરાત મિરર, રાજકોટ તા.23
રાજકોટ શહેરમાં ચાલતા સિવિલ કામોના સેમ્પલીંગ લઇ તેનું લેબોરેટરી ટેસ્ટીંગ કરી વધુ સારી સુવિધા ઉપલબ્ધ કરી શકાય તેવા આશયથી રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ગુરુકુળ પમ્પીંગ સ્ટેશન ખાતે ક્વોલીટી કંટ્રોલ સેલ માટે નવી અદ્યતન લેબોરેટરી બનાવવામાં આવી છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં.14માં આવેલ ગુરૂૂકુળ હેડ વર્કસવાળી જગ્યામાં મહાનગરપાલિકાના વિવિધ કામોની વિજીલન્સ ચકાસણી માટે કુલ રૂૂ.1.12 કરોડના ખર્ચે આધુનિક લેબ કાર્યરત કરવામાં આવી છે. આ અદ્યતન લેબોરેટરીમાં ગ્રાઉન્ડ ફ્લોર પર સિવિલ કામોમાં વપરાતા મટીરીયલ્સનું ટેસ્ટીંગ જેમકે, સિમેન્ટ, કોન્ક્રીટ, રેતી, કપચી, ડામર વિગેરેનું ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે, ફર્સ્ટ ફ્લોટ પર ક્વોલિટી કંટ્રોલના સ્ટાફ માટે ઓફીસ તથા ટ્રેનીંગ હોલ બનાવવામાં આવેલ છે. આ સમગ્ર બાંધકામ આશરે 736 ચો.મી.માં કરવામાં આવેલ છે.
Concrete Cubes and Paving Block“u Cpmpressive Strength test dp માટે Compressive Test Machine (CTM), ઈજ્ઞળાયિતતશદય ઝયતિં ખફભવશક્ષય (ઈઝખ), રેઈન્ફોર્સમેન્ટ બારના Tensile ટેસ્ટ, Bend Test વિગેરે માટેUniversal TestingMachine (UTM), ડામરના ટેસ્ટ માટે Bitumen Execrator, Ductility Test machine, Penetrometer, સેમ્પલ ગરમ રાખવા માટે OVEN, સેમ્પલ ક્યોરીંગ માટે ક્યોરીંગ ટેંક, સીવ એનાલીસીસ માટે Sieve Shaker, Aggregate માટેAbrasion Test dp માટે Abrasion machine વગેરે મશીનરી ખરીદવામાં આવેલ છે.રાજકોટ મહાનગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ આધુનિક લેબનુ લોકાર્પણ તા.04-03-2024ના રોજ કરવામાં આવેલ.