જામનગરથી રાજુલા જતું ટેન્કર અમરેલી પાસે પલટી મારી ગયું, રસ્તા પર ડીઝલ ઢોળાયું
12:23 PM Oct 20, 2025 IST
|
Bhumika
Advertisement
અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના ચાવંડ નજીક જામનગરથી રાજુલા તરફ જઈ રહેલું ડીઝલ ભરેલું ટેન્કર પલટી મારી ગયું હતું. આ અકસ્માતમાં ટેન્કરમાંથી મોટાભાગનું ડીઝલ રોડ પર ઢોળાઈ ગયું હતું. સદનસીબે, કોઈ મોટી દુર્ઘટના ટળી હતી અને ટેન્કર ચાલકનો આબાદ બચાવ થયો હતો.
Advertisement
ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર ટીમના ઇન્ચાર્જ ફાયર ઓફિસર એચ.પી. સરતેજાની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. રોડ પર ડીઝલ ઢોળાયેલું હોવાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર ટીમે ક્રેઈન બોલાવી ટેન્કરને સીધું કરવાની કામગીરી હાથ ધરી હતી.
ફાયર ટીમોએ સૌપ્રથમ પાણીનો સતત છંટકાવ કરીને આગ લાગવાનું જોખમ ટાળ્યું હતું. ક્રેઈનની મદદથી ટેન્કરને ઉભું કરીને રસ્તા પરથી દૂર ખસેડવાના પ્રયાસો ચાલી રહ્યા છે. અકસ્માત કયા કારણોસર સર્જાયો તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Next Article
Advertisement