For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

નીટની પરીક્ષામાં ઓછા માકર્સ આવતા છાત્રાનો હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આપઘાત

12:26 PM Aug 19, 2024 IST | Bhumika
નીટની પરીક્ષામાં ઓછા માકર્સ આવતા છાત્રાનો હોસ્ટેલમાં ગળેફાંસો ખાઈ આપઘાત
Advertisement

જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળની હોસ્ટેલમાં બનાવ: યુવતીના આપઘાતથી પરિવારમાં શોક

જૂનાગઢમાં વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી છે. જૂનાગઢમાં મધુરમ બાયપાસ નજીક આ ઘટના બની છે. વિદ્યાર્થીનીએ 3મા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી છે. તેણે નીટની પરીક્ષામાં ઓછા માર્ક આવવાના પગલે આત્મહત્યા કરી છે. 18 વર્ષની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે આ કેસમાં આત્મહત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.આ પહેલાં ગયા વર્ષે જૂનાગઢમાં પટેલ કેળવણી મંડળની હોસ્ટેલમાં રહેતી અને કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થિનીએ અગમ્ય કારણોસર હોસ્ટેલના રૂૂમમાં જ ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી લેતા ચકચાર મચી છે. ઘટનાસ્થળ પરથી પોલીસને એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી.

Advertisement

આ બાબતે પટેલ કેળવણી મંડળના પ્રેસિડેન્ટ સંજયભાઈ મેંદપરાએ જણાવ્યું હતું કે અમારે ત્યાં આજે એક વાગ્યે આસપાસ કોલેજના બી કોમમાં પહેલા વર્ષમાં અભ્યાસ કરતી મૂળ સુરતની અને અહીં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી શિવાની નામની વિદ્યાર્થીનીએ સુસાઈડકર્યાનો બનાવ સામે આવ્યો હતો.આ વિદ્યાર્થિની સવારના સમયે હોસ્ટેલ નજીક આવેલ જ કોલેજમાં અભ્યાસ માટે ગઈ હતી અને 10 વાગ્યે રિસેસના સમયે તેને કોઈ સાથે ટેલિફોનિક વાત કરી હતી ત્યારે તેમની પિતરાઈ બહેનને કહ્યું હતું કે શિવાનીએ 10 વાગ્યે કોઈ સાથે વાત કરી હતી. ત્યારબાદ શિવાની રિસેસ બાદ પરત પોતાની હોસ્ટેલે આવી ગઈ હતી ત્યારે હોસ્ટેલમાં પરત ફરતા સમયે હોસ્ટેલની કેન્ટીન માંથી નાસ્તો લઈ પોતાની હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થિની સાથે નાસ્તો પણ કર્યો હતો.

ત્યારે હોસ્ટેલનમાં રહેતી બીજી વિદ્યાર્થિનીઓ જ્યારે જમવાના સમયે હોસ્ટેલથી નીચે જમવા જતી હતી તે સમયે આપઘાત કરનાર શિવાનીએ કહ્યું હતું કે મારે જમવું નથી. અને શિવાની પોતાના રૂૂમમાં ગઈ હતી. અને થોડા સમય બાદ જ્યારે શિવાનીની સાથે રૂૂમમાં રહેતી વિદ્યાર્થિનીઓએ શિવાનીનો રૂૂમ ખોલવા માટે પ્રયત્ન કર્યો હતો ત્યારે શિવાનીએ કોઈ જવાબ આપ્યો નહોતો અને દરવાજા નજીક જ સ્લાઈડીંગ ડોરથી રૂૂમમાં નજર પડતા શિવાની પંખામાં લટકતી હાલતમાં જોવા મળી હતી.

Advertisement
Tags :
Advertisement
Advertisement