ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા છાત્રનો એટીકેટી આવતા કેનાલમાં ઝંપલાવી આપઘાત

01:25 PM Aug 28, 2025 IST | Bhumika
Advertisement

સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરતા રાણપુરના વિદ્યાર્થીએ કેનાલમાં ઝંપલાવી આત્મહત્યા કરી લીધી છે. યુવકનો મૃતદેહ લખતરના બજરંગપુરા-બાળા ગામ વચ્ચે સૌરાષ્ટ્રની મુખ્ય નર્મદા કેનાલમાંથી મળતા પોલીસે મૃતદેહ બહાર કાઢી પોસ્ટમોર્ટમ કરાવી પરિવારને સોંપ્યો હતો. પ્રાથમિક તપાસમાં કોલેજના ત્રીજા વર્ષમાં એટીકેટી આવ્યા બાદ ડિપ્રેશનમાં આવી પગલું ભર્યું હોવાનું ચર્ચાઇ રહ્યું છે. યુવકના મોતથી પરિવાર ઉપર આભ ફાટી પડયું હતું.

Advertisement

મૂળ અરવલ્લી જિલ્લાના ભિલોડાના વતની અને હાલ બોટાદના રાણપુરમાં રહેતા એરમિયાભાઈ એસ. બારીયા હાલ ચુડા તાલુકાના વાણીયાવદર સ્કૂલના આચાર્ય તરીકે ફરજ બજાવે છે. તેમનો મોટો પુત્ર અર્પિત હાલ સુરેન્દ્રનગરની કોલેજમાં અભ્યાસ કરે છે. સુરેન્દ્રનગરથી તારીખ 25 ઓગસ્ટ 2025ના રોજ સવારે 10.00 વાગે ગુમ થયો હતો. જેની જાણવાજોગ ફરિયાદ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. ત્યારે 26 ઓગસ્ટ 2025ના રોજ રાત્રિના 9.30ની અરસામાં બજરંગપુરા અને બાળા વચ્ચે પસાર થતી કેનાલમાં તરતો મળી આવ્યો હતો.

જે અંગેની જાણ લખતર પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે મૃતદેને બહાર કાઢવા વઢવાણ ફાયર ફાઇટરની ટીમને જાણ કરતા મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતો અને પીએમ માટે લખતરની હોસ્પિટલમાં ખસેડયો હતો. મૃતક એમપી શાહ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજમાં ટીવાય બીએનું પાંચમું સેમિસ્ટર ચાલુ હતું અને ત્રીજા સેમેસ્ટરની અંદર કે.ટી આવતા અપત મેન્ટલી ડિસ્ટર્બ થઈ ગયો હતો. યુવકનું પીએમ કર્યા બાદ લખતર પોલીસે મૃતદેનો પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. 23 વર્ષ યુવકના મોતથી પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

Tags :
gujaratgujarat newsstudent suicidesuicideSurendranagarSurendranagar news
Advertisement
Next Article
Advertisement