ફેમિલી કોર્ટમાં નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ વખતે ઉપરના માળે શોર્ટસર્કિટ થતાં મચી નાસભાગ
આજે સવારે ઉઘડતી ફેમિલી કોર્ટમાં યોજાયેલા નુતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ વખતે કોર્ટમાં ઉપરના માળે આવેલા ઈલેક્ટ્રીક રૂૂમમાં ધડાકા સાથે શોર્ટ સર્કિટ થતા નાસભાગ મચી જવા પામી હતી. જોકે ફરજ પરના સિક્યુરિટી કમાન્ડો સહિતના સ્ટાફે ફાયર એસ્ટીંગીઝરના પાવડરનો મારો ચલાવી મામલો તાત્કાલિક કાબુમાં લઈ લીધો હતો. આને કારણે કોર્ટ કાર્યવાહીમાં વિક્ષેપ સર્જાયો હતો.
આજે ઉઘડતી ફેમિલી કોર્ટમાં સવારે વકીલો, જ્યુડિશિયલ ઓફિસર્સ સહિતના કોર્ટ સ્ટાફનું નૂતન વર્ષ સ્નેહમિલન ચાલુ હતું, તે દરમિયાન ઈલેક્ટ્રીક રૂૂમમાં ધડાકાભેર સર્જાયેલી શોર્ટ સર્કિટથી ધુમાડાના ગોટે ગોટા સાથે ભડકા થવા લાગતા સ્નેહમિલનના ચાલુ કાર્યક્રમમાં અફળાતફડી જેવો માહોલ સર્જાઈ ગયો હતો, જોકે ફરજ પરના સિક્યુરિટી કમાન્ડો સહિતના કોર્ટ સ્ટાફે તાત્કાલિક સતર્કતા બતાવી ફાયર એસ્ટિંગીઝરમાંથી કેમિકલ પાવડરનો મારો ચલાવતા સમગ્ર મામલો કાબુમાં લીધો હતો. જોકે આ બનાવથી આખી કોર્ટનો વીજ પુરવઠો ખોરવાઈ જતા કોર્ટ કાર્યવાહીમાં વિક્ષેપ સર્જાયો હતો, કોર્ટની લોબીઓમાં કાળો ધુમાડો પ્રસરી જવા ઉપરાંત ભોંયતળિયે સફેદ પાવડરના થર બાજી જતા વકીલો, પક્ષકારો વગેરે સહિતના લોકો બહાર નીકળી ગયા હતા. આ બાબતે પી.ડબલ્યુ. ડી.ને જાણ કરાતા સ્ટાફે ફેમિલી કોડ ખાતે પહોંચી ગઈ સમારકામ શરૂૂ કરી દીધું હતું. આ સમગ્ર મામલાને કોર્ટની કાર્યવાહીમાં વિક્ષેપ સર્જાયો હતો.
