For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દ્વારકા નજીક પૂરપાટ ઝડપે જતા ટ્રેકટરે બુલેટ ચાલક યુવકને ઉલાળ્યો

11:28 AM Nov 14, 2025 IST | admin
દ્વારકા નજીક પૂરપાટ ઝડપે જતા ટ્રેકટરે બુલેટ ચાલક યુવકને ઉલાળ્યો

ખંભાળિયા - દ્વારકા ધોરીમાર્ગ પર અત્રેથી આશરે 22 કિલોમીટર દૂર સોનારડી ગામે પૂરઝડપે એને ગફલતભરી રીતે જઈ રહેલા એક ટ્રેક્ટરના ચાલક જટુભા મોહબતસિંહ જાડેજા (રહે. સોનારડી)એ જી.જે. 37 સી. 7574 નંબરના એક બુલેટ મોટરસાયકલ સાથે અકસ્માત સર્જ્યો હતો. જેથી બુલેટ પર જઈ રહેલા એક યુવાનને ફ્રેક્ચર સહિતની નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે ઇજાગ્રસ્ત યુવાનના કાકા દિલુભા બચુભા જાડેજા (ઉ.વ. 50, રહે રામનાથ સોસાયટી)ની ફરિયાદ પરથી ખંભાળિયા પોલીસને ટ્રેક્ટર ચાલક જટુભા જાડેજા સામે ગુનો નોંધી, જરૂૂરી કાર્યવાહી કરી હતી.

Advertisement

કલ્યાણપુર નજીક બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત
કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે રહેતા નરશીભાઈ જેઠાભાઈ વાણીયા નામના 39 વર્ષના યુવાન ગોજીનેશ ગામના પાટીયા પાસેથી પોતાના મોટરસાયકલ નં. જી.જે. 37 કે. 3191 પર બેસીને ખાનગી કંપનીમાં જઈ રહ્યા હતા, ત્યારે અન્ય એક મોટરસાયકલ નં. જી.જે. 10 બી.એન. 5205 ના ચાલકે તેમની સાથે અકસ્માત સર્જતા તેમને ફ્રેક્ચર સહિતની ઇજાઓ થવા પામી હતી. જે અંગે કલ્યાણપુર પોલીસે નરશીભાઈ વાણીયાની ફરિયાદ પરથી અન્ય મોટરસાયકલ ચાલક સામે ગુનો નોંધીકાર્યવાહી કરી હતી.

આરંભડામાં વિદેશી દારૂૂ સાથે બે શખ્સો ઝડપાયા
મીઠાપુર તાબેના આરંભડા ગામે રહેતા વેજા રામા ચાસીયા અને કપિલ માણસી હાથિયા નામના બે શખ્સોને સ્થાનિક પોલીસે રૂૂપિયા 11,925 ની કિંમતની વિદેશી દારૂૂની 28 નાની બોટલો સાથે ઝડપી લઇ, પ્રોહિબિશન એક્ટ હેઠળ કાર્યવાહી કરી હતી.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement