જામનગરમાં ‘આપ’ના સંમેલનમાં ગોપાલ ઈટાલિયા પર જોડું ફેંકાયું
આપના કાર્યકરોએ હુમલાખોરને લમધાર્યો, પોલીસે બચાવી સારવારમાં ખસેડયો
આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાત જોડો યાત્રા અન્વયે આજે જામનગર માં બાઈક રેલી અને સભા નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભા માં ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સંબોધન કરી રહ્યા હતા, ત્યારે એક વ્યક્તિએ તેના ઉપર જોડુ ફેંક્યું હતું. આથી ત્યાં ઉપસ્થિત કેટલાક લોકો લોકો દોડી આવ્યા હતા અને હુમલાખોર ને લમધારી નાખી ને પોલીસ ને સુપરત કર્યો હતો. ગોપાલ ઇટાલીયા એ પોલીસ હુમલાખોર ને બચાવવા આવી પહોંચી તેવો પોલીસ ઉપર ગંભીર આક્ષેપ પણ કર્યો હતો.
જામનગર સહિત મહાનગરપાલિકા ની ચૂંટણીઓ આગામી ત્રણેક માસ માં યોજાનાર છે , ત્યારે રાજકીય પક્ષો સક્રિય બન્યા છે. બે દિવસ પહેલા વોર્ડ નંબર 12 ના કોંગ્રેસ ના કોર્પોરેટર જેનબબેન ખફી એ કોંગ્રેસ માંથી રાજીનામ આપ્યું હતું. આ ઉપરાત અન્ય બે કોર્પોરેટરો અસલમ ખીલજી અને ફેમિદાબેન જુણેજા સહિત ના અનેક આગેવાનો અને તેમના સમર્થકો આજે આપ માં જોડાયા હતા.
જે અન્વયે સાંજે જામનગરના મ્યુનિ. ટાઉનહોલમાં આયોજિત કાર્યક્રમમાં ’આપ’ ના ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા સભા ને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે એક શખ્સ ત્યાં સ્ટેજ નજીક પહોંચ્યો હતો, અને પોતાનું ચપ્પલ કાઢીને ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા ઉપર ફેંકયુ હતું. ત્યારે સ્ટેજ ઉપર અને નીચે હાજર કેટલાક અગ્રણીઓ તથા કાર્યકરોએ હુમલાખોર ને ઘેરી લીધો હતો, અને તેને ઢિકા પાટુ નો માર પણ માર્યો હતો. દરમિયાન પોલીસ ટુકડી પણ ત્યાં હાજર હતી, જેઓએ હુમલાખોર ને પોતાની સાથે લઈ ગયા હતા, જેને મોડ ઈચ્છા થઈ હોવાથી સારવાર માટે જામનગરની સરકારી જીતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેનું નામ છત્રપાલ સિંહ જાડેજા અને લાલપુર તાલુકાના મેમાણા ગામનો રહેવાસી હોવાનું તેમજ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલો હોવાનું જાણવા મળી રહ્યું છે. જેની જી.જી. હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, અને પોલીસ દ્વારા તેનું નિવેદન નોંધવામાં આવ્યું છે, જેમાં તેણે પોતાના પર હુમલો કરવા અંગે કેટલાક અગ્રણીઓ સહિતના નામો આપ્યા છે, જે દિશામાં પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.
બીજી તરફ ધારાસભ્ય ગોપાલ ઇટાલીયા એ પોલીસ ઉપર ગંભીર આક્ષેપ કર્યા હતા, અને હુમલાખોર ને બચાવવા માટે પોલીસ આવી પહોંચી હોવાનું જણાવ્યું હતું. અને કોંગ્રેસ તેમજ ભાજપ બંને પક્ષ સાથે મળીને આ પ્રકારે નું કાવતરું કરી રહ્યા છે, તેવા આક્ષેપો પણ કેટલાક ’આપ’ ના અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
‘આપ’ન તો નમશે, ન તો ડરશે : અરવિંદ કેજરીવાલ
ઇટાલિયા પર જૂતા ફેંકવાની ઘટનાને લઈ અરવિંદ કેજરીવાલે સોશિયલ મીડિયા ડ પર પોસ્ટ કરી જણાવ્યું હતું કે, ગુજરાતમાં અઅઙની વધતી જતી લોકપ્રિયતાએ ભાજપ અને કોંગ્રેસ બંનેને હચમચાવી દીધા છે. અમે ભાજપની નિષ્ફળતાઓ પર સવાલ ઉઠાવીએ છીએ, પરંતુ કોંગ્રેસ જ પીડા અનુભવી રહી છે શા માટે? જામનગરમાં અમારા નેતા અને ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પર કોંગ્રેસના કાર્યકર દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલો સ્પષ્ટપણે દર્શાવે છે કે ભાજપ અને કોંગ્રેસ હવે ગુજરાતમાં અઅઙ સામે એક થઈને લડી રહ્યા છે. પરંતુ બંને પક્ષોએ સાંભળવું જોઈએ. અઅઙ નેતાઓ ન તો ડરે છે કે ન તો નમશે. ગુજરાતના લોકો હવે અઅઙ તરફ વળીને પરિવર્તન માટે પોતાનું મન બનાવી ચૂક્યા છે, અને આ જ બંને પક્ષોની ગભરાટનું કારણ છે.
પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા પર થયેલા હુમલાનો બદલો લીધો
જામનગર શહેરમાં શુક્રવારે સાંજે આમ આદમી પાર્ટીનું સંમેલન યોજાયું હતું, અને ટાઉનહોલમાં આયોજિત કાર્યક્રમ દરમિયાન ’આપ’ના ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા સંબોધન કરી રહ્યા હતા, જે દરમિયાન તેઓ ઉપર જુતું ફેંકવામાં આવ્યું હતું, અને ભારે અફડાતફડી સર્જાઈ હતી. આખરે આ જીતુ ફેકનાર વ્યક્તિ મિડિયા સમક્ષ આવ્યા હતા. જેણે પોતાનું નામ છત્રપાલસિંહ જાડેજા અને મેમાણા ગામના રહેવાસી હોવાનું જણાવ્યું હતું. અગાઉ પ્રદિપસિંહ જાડેજા કે જેઓ ગુજરાત રાજ્ય સરકારમાં મંત્રી હતા, ત્યારે તેઓ ઉપર જાહેર સભા દરમિયાન જુતું ફેંકવામાં આવ્યું હતું ત્યારથી પોતાને વસવસો રહી ગયો હતો, અને પોતાના સમાજનો બદલો વાળવાના ભાગરૂૂપે આજે મોકો ગોતીને તે ઘટનાનો બદલો વાળ્યો હતો, અને પોતાની જાતને સંતોષ વ્યક્ત કર્યો હોવાનું પણ તેઓએ જણાવ્યું છે.