વિજાપુરમાં બીજા ધોરણની છાત્રાને અજાણ્યા શખ્સે ઇંજેકશન મારી દીધું
મહેસાણાના વિજાપુરમાં ધો 2માં ભણતી બાળકી સાથે કરતૂતને લઈ ચકચાર મચી છે, એક અજાણ્યા છોકરાએ બાળકીને ઈન્જેકશન આપ્યું હોવાની વાત સામે આવી છે, કોણે અને શેનું ઇન્જેક્શન આપ્યું તે તપાસ ચાલું છે અને પોલીસ શાળા આસપાસના CCTV તપાસી રહી છે અને બાળકીને વડનગર સિવિલમાં મેડિકલ સારવાર અપાઈ હતી.
મહેસાણામાં અજાણ્યા છોકરીએ બાળકીને સ્કૂલની પાછળ લઈ જઈ ઈન્જેકશન આપતા વાલીઓના ટોળા શાળાએ પહોંચ્યા હતા અને પોલીસે પણ અજાણ્યા છોકરા વિરુદ્ધ POCSO એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે, ખભે હાથ મૂકી બાળકીના હાથની કોણીથી ઉપરના ભાગે ઇન્જેક્શન આપ્યું હોવાની વાત સામે આવી છે, બાળકીનું મેડિકલ ચેકઅપ કરાયું, બાળકી હાલ સ્વસ્થ હોવાની વિગત છે.
બાળકીને આ સમગ્ર ઘટનાની વાત માતાને જણાવી હતી અને મામલો શાળા સુધી અને પોલીસ સુધી પહોંચ્યો હતો, આ કેસમાં પોલીસ સીસીટીવીના આધારે તપાસ કરી રહી છે, ત્યારે સત્યતા શું આવે છે તે જોવાનું રહ્યું, બાળકી સાથે દુર્ઘટના થતા રહી ગઈ તે વાત નક્કી છે.