ખંભાળિયા પંથકના સી ફૂડના વેપારીની જામનગરના બે વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાઇ
રૂા. 10 લાખના રૂા. 16 લાખ વસૂલ્યા છતાં વધુ વ્યાજની માગણી કરી
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકના સી. ફૂડના એક વેપારીએ પોતાના ધંધાના વિકાસ માટે જામનગરના બે વ્યાજખોરો પાસેથી દસ લાખ રૂૂપિયા લીધા બાદ તેના 16 લાખ ચૂકવી દીધા છતાં વધુ વ્યાજની માંગણી કરી ધાકધમકી અપાતાં આ મામલો પોલીસ મથકમાં લઈ જવાયો છે, અને બંને વ્યાજખોરો સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
આ બનાવ ની વિગત એવી છે, કે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના નાના આંબલા ગામમાં રહેતા અને સી.ફૂડનું વેચાણ કરતા યુનુશ ઈબ્રાહીમભાઈ ગજ્જણ નામના સંધિ મુસ્લિમ વેપારી, કે જેઓએ પોતાની પાસેથી રાક્ષસી વ્યાજ વસૂલી લેવા અંગે જામનગરના નવાગામ ઘેડમાં રહેતા અનિરુદ્ધસિંહ કિરીટસિંહ જાડેજા તેમજ પ્રદિપસિંહ તખુભા જાડેજા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરીયાદી યુવાનને પોતાના ધંધાના વિકાસ અર્થે નાણાંની જરૂૂરિયાત ઊભી થતાં આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા ની મદદથી પ્રદિપસિંહ જાડેજા પાસેથી દસ લાખ રૂૂપિયા લીધા હતા, અને તેનું કુલ વ્યાજ સહિતનું 12 લાખ રૂૂપિયા નું ચૂકવણું કરવાનું નક્કી કર્યું હતું. પરંતુ તે મુજબ અંદાજે 16 લાખ જેટલી રકમ ચૂકવી દીધી હોવા છતાં બંને આરોપીઓ દ્વારા હજુ એક લાખ રૂૂપિયા આપવા પડશે તેવી માંગણી કરી હતી.
જાનથી મારી નાખવાની ધમકી આપતાં આખરે મામલા સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને બંને વ્યાજખોરો સામે ગેરકાયદે નાણા ધીરધાર કરવા અંગે તેમ જ ધમકી આપવા અંગે ફરિયાદ નોંધાવી હતી.. જેના અનુસંધાને પીએસઆઈ વધુ આર.પી.અસારી. વધુ તપાસ ચલાવી રહ્યા છે.