મોરબી રોડ પર સલૂનના ધંધાર્થીએ ડિપ્રેશનમાં દુકાનમાં ઝેરી ટીકડા ખાધા
શહેરમાં રામ રણુજા સોસાયટીમાં રહેતા યુવાને મોરબી રોડ ઉપર સેટેલાઈટ ચોકમાં આવેલ પોતાની હેર સલુનની દુકાનમાં ડિપ્રેશનથી ઝેરી ટીકડા ખાઈ લીધા હતા. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રામ રણુજા સોસાયટીમાં રહેતો અને મોરબી રોડ સેટેલાઈટ ચોક પાસે પેરીસ હેર સલુન નામે દુકાન ચલાવતો રાજ જયેશભાઈ ભટ્ટી નામનો 26 વર્ષનો યુવાન રાત્રીના નવેક વાગ્યાના અરસામાં પોતાની દુકાને હતો ત્યારે ડિપ્રેશનમાં ઝેરી ટીકડા ખાઈ લીધા હતાં. યુવકને ઝેરી અસર થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં રાજ ભટ્ટી એક ભાઈ એક બહેનમાં નાનો હતો.
બીજા બનાવમાં હરીધવા રોડ ઉપર આવેલ ભવનાથ પાર્કમાં રહેતા ગૌરવ રમેશભાઈ સોલંકી નામનો 42 વર્ષનો યુવાન કરણપરાચોક નજીક હતો ત્યારે બીમારીની વધુ પડતી દવા પી લીધી હતી. યુવકની તબીયત લથડતા સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. ઉપરોક્ત બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.