દિગ્જામ સર્કલ નજીકના પુલ નીચેથી દારૂની 30 બોટલ સાથે રિક્ષા પકડાઇ
જામનગરમાં નશાનો વેપલો અટકવાનું નામ લેતો નથી. તેવામાં વધુ એક વખત દારૂૂનો જથ્થો ઝડપાયો છે. જામનગરના દિગજામ સર્કલ પાસે આવેલ પુલ નીચેથી પોલીસે વાસ્પા રીક્ષામાંથી દારૂૂની 30 બોટલના મુદામાલ સાથે એક શખ્સને દબોચી લીધો હતો. હાલ દારૂૂનો આ જથ્થો ક્યાથી આવ્યો અને અન્ય કોણ સંડોવાયેલ છે તે દિશામાં પૂછપરછમાં અન્ય ચાર શખ્સોના નામ ખુલ્યા છે.
દારૂૂનું દુષણ જીલ્લામાંથી નાબૂદ થાય તે માટે જામનગર જિલ્લાના પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ પ્રોહીબીશન તથા જુગાર ધારાના કેસો શોધી કાઢવા સુચના આપી હતી. જેને આધારે એલ.સી.બી. સ્ટાફ જામનગર શહેર વિસ્તારમાં પ્રોહીબિશનના જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમા હતા.
આ દરમ્યાન એલ.સી.બી. સ્ટાફના કિશોરભાઇ પરમાર તથા ધર્મેન્દ્રસિંહ જાડેજાને બાતમી મળી કે આબીદ અકબર સાંધાણી (ઉ.વ.23 રહે.ગરીબનગર પાણાખાણ કાન્તીમીલની બાજુમાં બેડી જામનગર) તે રીક્ષા નં.જી.જે.24 ડબલ્યુ 0514 મા દારૂૂની બોટલ ભરીને ઉભો છે. જેના આધારે પોલીસે રેડ પાડી તપાસ હાથ ધરતા 12 હજારની કિમતનો 30 બોટલ દારૂૂનો જથ્થો ઝડપાયો હતો. આથી પોલીસે રીક્ષા સહિત કિ.રૂૂ.87,000નો મુદામાલ કબ્જે કરી આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. આ પ્રકરણમાં દારૂૂ સપ્લાયર તરીકે સુનીલ માણેક તથા સાગર હમીર માણેક રહે. બને જામનગર તથા દારૂૂ વેચાણમા ભાગીદાર ગોપાલ રહે.ખુલ્લી ફાટક બાવરીવાસ જામનગર તથા ભુદો રહે.હાલ જામનગર મુળ રહે.દેવભૂમી દ્વારકાનું નામ ખુલટક પોલીસે તેને પકડી પાડવા કાર્યવાહી આદરી છે.
આ કાર્યવાહી પીઆઇ બી.એન.ચૌધરીના માર્ગદર્શન મુજબ પીએસઆઇ આર.કે.કરમટા તથા પી.એન.મોરી તથા એલ.સી.બી. સ્ટાફના સંજયસિંહ વાળા નાનજીભાઇ પટેલ હરપાલસિંહ સોઢા, ભરતભાઇ પટેલ, દિલીપભાઇ તલવાડીયા, હરદિપભાઈ ધાધલ વનરાજભાઈ મકવાણા, ધાનાભાઈ મોરી. હિતેન્દ્રસિંહ જાડેજા, કામસભાઇ બ્લોચ, અરજણભાઇ કોડીયાતર, મયુદીનભાઇ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા કિશોરભાઇ પરમાર હરદીપભાઇ બારડ, રૂૂષીરાજસિંહ વાળા, મયુરસિંહ પરમાર, કલ્પેશભાઇ મૈયડ, ધમેન્દ્રસિંહ જાડેજા ભારતીબેન ડાંગર, દયારામ ત્રિવેદી, બીજલભાઈ બાલાસરા તથા ધમેન્દ્રસિંહ જાડેજા વિગેરે દ્વારા કરવામા આવેલ છે.