ત્રંબામાં પીડબ્લ્યુડીના નિવૃત્ત કર્મચારીએ આજે સવારે હાર્ટએટેકથી દમ તોડ્યો
ત્રંબામાં પીડબ્લ્યુડીના નિવૃત કર્મચારી રણછોડભાઈ રૈયાણીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું હતું. આજે વહેલી સવારે રણછોડભાઈ બાથરૂૂમમાં ઢળી પડ્યા બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દમ તોડ્યો હતો.પોલીસ સૂત્રોએ આપેલી વિગત અનુસાર,કસ્તુરબા ધામ ત્રંબા ગામે રહેતા રણછોડભાઈ રામજીભાઈ રૈયાણી (ઉ.વ.79) આજે વહેલી સવારે 7:45 વાગ્યા આસપાસ પોતે ઘરે બાથરૂૂમમાં હતા.
ત્યારે બેભાન થઈ જતા બેભાન હાલતમાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવતા ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા. રાજકોટ સિવિલ હોસ્પિટલ પોલીસ ચોકીના એ.એસ.આઇ. રામશીભાઈ વરુ, હેડ કોન્સ્ટેબલ મહેશભા જોગડા, રાઇટર ધર્મેન્દ્રભાઈ હુદળ, પ્રકાશભાઈ રાઠોડ અને ધર્મેન્દ્રભાઈ ચાવડાએ આજીડેમ પોલીસને જાણ કરી હતી.પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યો હતો તેમનુ હાર્ટ એટેકથી મોત થયાનુ તબીબોએ જણાવ્યુ હતુ.
પૂછપરછમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, મૃતકને સંતાનમાં બે દીકરા અને બે દીકરી છે. રણછોડભાઈ પીડબલ્યુ ડી વિભાગમાં ફોરમેન તરીકે નોકરી કરતા હતા અને હાલ નિવૃત્ત હતા. ઘરના મોભીના મૃત્યુથી પરિવારમાં શોક છવાયો હતો.