થાનગઢમાં નિવૃત્ત PSI પરિવાર સાથે ગામતરે ગયા ને તસ્કરો દાગીના રોકડ સાફ કરી ગયા
સુરેન્દ્રનગર જીલ્લામા કાયદો વ્યવસ્થા સામે અનેક સવાલો સર્જ્યા છે ત્યારે સિરામિક નગર થાનગઢમાં રહેતા નિવૃત પીએસઆઇ પરિવાર સાથે બહાર ગામ ગયેલ અને બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી ત્રણ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી જતા તસ્કર ટોળકીનો ફફડાટ ફેલાયો છે.
પ્રાપ્ત માહિતી મુજબ થાનગઢનાં ધોળેશ્ચર પ્લોટ ખાતે રહેતા નિવૃત વાયરલેસ પીએસઆઈ સમીરભાઇ દિવ્યકાંતભાઇ મુનશી ગત તા. 7/3/24નાં બપોરે તેમની પત્ની અલ્કાબેન સાથે શિવરાત્રી નિમિત્તે ઘરને તાળુ મારી પાટણ ખાતે મહોત્સવમાં ગયેલા અને ત્યાંથી પરત અમદાવાદ ખાતે સંબંધી પરિવારમાં જન્મ દિવસ ઉજવીને તા. 10/3 ના પરત થાનગઢ આવતા મકાન ખોલતા ઓસરીના રૂૂમના દરવાજાનું તાળું જોવા નહીં મળતા અજુગતું જણાતા ખોલી ને જોતા કબાટ સરસામાન વેર વિખેર પડેલ હતો અને કોઇ અજાણ્યા ચોર ઇસમોએ તેમના બંધ મકાનને ટાર્ગેટ બનાવી બંન્ને રૂૂમમાં રહેલા કબાટ રફેદફે કરી ત્રણ દિવસ દરમિયાન કોઇ પણ સમયે મકાનમાં પ્રવેશી ચોરી કરેલ હોવાની પોલીસને જાણ કરતા સ્થાનિક પોલીસ દોડી આવેલ હતી
અજાણ્યાં તસ્કરોએ આ બંધ મકાનમાંથી સોનાના પેંડલ, બુટ્ટી સેટ, વીટી, બ્રેસલેટ, ચુડી, ચાંદિનો પ્યાલો, બંગડીઓ, લગડી, મૂર્તિ સહિતનાં દાગીનાં તેમજ પર્સ અને પૂજા રૂૂમમાં રહેલ રોકડ રોકડા રૂૂ. 45.000 તેમજ સોના ચાંદીના દાગીના મળી કુલ રૂૂપિયા 3.87.700 ની ચોરી કરી ગયાની ફરિયાદ આપેલ છે. તેમજ છાસવારે બનતી આવી ઘટનાઓ પાછળ નાઇટ ડયુટી ખાલી કાગળ ઉપર રહેતી હોવાની ચર્ચા સાથે લોકો કડક પેટ્રોલીંગ ઇચ્છી રહ્યા છે. હાલ થાનગઢ પોલીસ માટે નિવૃત પોલીસ પરિવારનાં ઘરે તસ્કરોનાં પરોણા નો બનાવ પડકારજનક બન્યો છે.