For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

પાટણવાવમાં સરકારી જમીનમાંથી ધર્મસ્થળનું બાંધકામ તોડી પડાયું

11:32 AM May 24, 2025 IST | Bhumika
પાટણવાવમાં સરકારી જમીનમાંથી ધર્મસ્થળનું બાંધકામ તોડી પડાયું

Advertisement

ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં સરકારી ખરાબાની 3 હજાર ચોરસ મીટર જમીનમાં ધર્મસ્થળ સહીતનું ગેરકાયદે દબાણ તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું હતું.

ધોરાજી તાલુકાના પાટણવાવ ગામમાં સરકારી જમીન પર થયેલ ગેર કાયદેસર દબાણ દૂર કરાયું ધોરાજી મામલતદાર ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓની હાજરીમાં ગેરકાયદેસર દબાણ દૂર કરાયું હતું. સરકારી સર્વે નંબર 23/1 માં 3000 ચોરસ મીટર જમીન પર ધાર્મિક સ્થળ બનાવી દબાણ કરેલ હતું. દબાણ પાટણવાવથી માણાવદર જવાના રસ્તે અને 66 સદની સામે આ ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ તેને આજરોજ તોડી પાડવામાં આવેલ હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement