For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વડાપ્રધાનના 75મા જન્મદિવસે બ્લડ ડોનેશનનો સર્જાશે મહારેકોર્ડ

01:22 PM Sep 16, 2025 IST | Bhumika
વડાપ્રધાનના 75મા જન્મદિવસે બ્લડ ડોનેશનનો સર્જાશે મહારેકોર્ડ
PM with Virat Kohli and Rohit Sharma during the India vs Australia 4th Test match at Narendra Modi Stadium at Ahemdabad, in Gujarat on March 09, 2023.

અમદાવાદના મોદી સ્ટેડિયમમાં જ પાંચ લાખ યુનિટ રક્ત એકત્ર કરાશે, મુખ્યમંત્રી-રાજ્યપાલ પણ આપશે હાજરી

Advertisement

દેશ-વિદેશમાં 7500 સ્થળે 75000 યુવાનો એક જ દિવસમાં કરશે રક્તદાન, 5 હજાર ડોકટર, 25 હજાર ટેક્નિશિયનો અને એક લાખ સ્વયંસેવકો આપશે સેવા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડીયમ ખાતે આવતીકાલ તા.17 સપ્ટેમ્બરે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75માં જન્મદિવસે વિવિધ 50 જેટલી સામાજિક સંસ્થાઓ દ્વારા વિશ્ર્વના સૌથી મોટા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બ્લડ ડોનેશન કેમ્પ દ્વારા એક નવો જ રેકોર્ડ પ્રસ્થાપિત કરવામાં આવનાર છે.
આ સાથે જ ગુજરાતભરમાં આજથી બે દિવસ વિવિધ સંગઠનો અને સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પોના આયોજન કરવામાં આવ્યા છે. જેમાં સવારે સાત વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધીમાં પાંચ લાખથી વધુ યુનિટ રકત એકત્ર કરવાનું આયોજન કરવામાં આવેલ છે.

Advertisement

વડાપ્રધાન મોદીના 75માં જન્મ દિવસે દેશ અને વિદેશમાં કુલ 7500 સ્થળે એક જ દિવસમાં 75000 લોકો રકતદાન કરે તેવું આોજન કરાયું છે. જેમાં એક લાખ સ્વયંસેવકો સેવા આપશે અને 25 હજાર ટેક્નિશિયનો પાંચ હજાર ડોકટરો તથા ચાર હજાર બ્લડ બેંકોની હાજરી રહેશે. દેશનાં દરેક રાજ્યોમાં ભાજપના મુખ્ય નેતાઓ અને આગેવાનો પણ આ બ્લડ ડોનેશન કેમ્પોમાં રકતદાન કરશે. આ માટે સ્થળ, રકતદાતાઓને લાવવા-લઇ જવા, ચા-પાણી, નાસ્તાથી માંડી ઇમરજન્સી સહીતની વ્યવસ્થા સુનિશ્ર્ચિત કરવામાં આવી છે ત્યારે વડાપ્રધાનના જન્મદિવસે બ્લડ ડોનેશનનો વિશ્ર્વ રેકોર્ડ પણ યોજવા દાવો થઇ શકે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 75મા જન્મદિવસે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં તેરાપંથ યુવક પરિષદ દ્વારા વિશ્વના સૌથી મોટા મેગા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું છે. પીએમ નરેન્દ્ર મોદી વર્ચ્યુઅલી રક્તદાન અમૃત મહોત્સવ 2.ઘ અંતર્ગત મેગા રક્તદાન કેમ્પનો પ્રારંભ કરાવશે. 17 સપ્ટેમ્બરના રોજ બુધવારે વડાપ્રધાન મધ્યપ્રદેશના ધાર જિલ્લાના કાર્યક્રમમાં છે ત્યાંથી તેઓ વર્ચ્યુઅલી જોડાવાના છે. કેમ્પ, જેમાં 5 લાખ યુનિટથી વધુ રક્ત એકત્ર કરવાનું લક્ષ્ય છે. એના માટેના રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂૂ કરી દેવામાં આવી છે. પાંચથી સાત હજાર જેટલા લોકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે.

રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, સીએમ ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક લોકો પણ આ બ્લડ કેમ્પમાં હાજરી આપશે. ભારત અને 75થી વધુ દેશોમાં 7500થી વધુ રક્તદાન કેમ્પનું એકસાથે આયોજન કર્યું છે. જો વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમમાં ક્રિકેટ જોવા માટે અને કોલ્ડ પ્લે માટે પણ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત થતા હોય તો આ બ્લડ કેમ્પમાં પણ મોટી સંખ્યામાં અમદાવાદીઓ આવશે. મેગા બ્લડ કેમ્પમાં જે બ્લડ એકત્રિત કરવામાં આવશે એ ગુજરાતની તમામ બ્લડ બેંકોમાં મોકલવામાં આવશે અને ત્યાંથી પ્રોસેસ કરીને જે પણ વ્યક્તિને આ બ્લડની જરૂૂર હશે એ બ્લડ પહોંચાડવામાં આવશે. ગુજરાતમાં 200થી વધારે બ્લડ બેંકો છે ત્યારે વડોદરા, સુરત, રાજકોટ વગેરે બ્લડ બેંકો આમાં જોડાશે.

આટલુ વિશાળ આયોજન કરવા પાછળનો હેતુ દરેક લોકોને જરૂૂર પડે ત્યારે રક્ત મળી રહે એના માટેનું છે એકમાત્ર ફોનથી તમામ લોકોને રક્ત મળી રહે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement