બોર્ડની પરીક્ષામાં ફરજ નહીં બજાવવા બહાના શોધતા અધિકારીઓને જલસા
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ફેબ્રુઆરી-2025માન ધો.10 અને ધો.12ની બોર્ડની પરીક્ષા લેવામાં આવશે જેમાં અધિકારીઓને ફરજ સોંપવામાં આવતી હોય છે જયારે બોર્ડમાં ફરજ નહી બજાવવા બહાના શોધતા અધિકારીઓ માટે શિક્ષણ વિભાગે જ મોકળુ મેદાન કરી દીધું છે અને જે અધિકારીના સંબંધીઓ પરીક્ષામાં ઉપસ્થિત રહેવાના હોય તેવા અધિકારીઓને પરીક્ષા કામગીરીથી દુર રાખવા આદેશ કરવામાં આવ્યો છે.
ધોરણ.10 અને 12ની બોર્ડ પરીક્ષામાં જે અધિકારીઓના સગા-સંબંધિ ઉપસ્થિત રહેવાના હોય તેવા અધિકારીઓને બોર્ડની પરીક્ષા કામગીરીથી અળગા રાખવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વરા આ અંગે તમામ જિલ્લાના શિક્ષણાધિકારીઓને ઉદેશી એક પરિપત્ર જારી કર્યો છે.
જેમાં જણાવ્યુ છે કે, આ પ્રકારના તમામ અધિકારી-કર્મચારીઓની વિગતો આગામી સાત દિવસમાં બોર્ડને મોકલી આપવાની રહેશે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી ફેબ્રુઆરી માસમાં શરૂૂ થનારી ધોરણ.10 અને 12ની બોર્ડની પરીક્ષાને લઈ તબક્કાવાર વિવિધ સૂચનાઓ સાથેના પરિપત્રો પ્રસિદ્ધ કરવાની કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલમાં બોર્ડ પરીક્ષાના ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલી રહી છે ત્યારે પરીક્ષા કામગીરીમાં જોડનાર સ્ટાફની પસંદગી પહેલીની કામગીરી શરૂૂ કરી છે.
શિક્ષણ બોર્ડે એક પરિપત્રમાં જણાવ્યું છે કે, આ પરીક્ષાની કામગીરીમાં સંકળાયેલા કોઈ પણ અધિકારી કે કર્મચારીના નજીકના સગાઓ એટલે કે પતિ, પત્ની, પુત્ર, પુત્રી, ભાઈ, બહેન, ઔરમાન પુત્ર-પુત્રી, ઔરસ પુત્ર-પુત્રી, સાવકા પુત્ર-પુત્રી કે લોહીના સંબંધ કે વિવાહ સંબંધના કારણે સગપણ ધરાવતા હોય અને ધોરણ-10 અને ધોરણ-12 પરીક્ષામાં ઉપસ્થિત થનારા હોય તો તેવા અધિકારી- કર્મચારીઓને પરીક્ષાલક્ષી કોઈપણ કામગીરી સોંપવી નહીં. આ અંગેની ખાસ તકેદારી રાખવા બોર્ડ દ્વારા તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જણાવાયું છે. આટલું જ નહીં, જિલ્લા શિક્ષણાધિકારીએ પણ જો તેમના નજીકના સગાની વ્યાખ્યામાં આવતા બોર્ડની જાહેર પરીક્ષામાં ઉપસ્થિત થનારા હોય તો તે અંગેની જાણ શિક્ષણ બોર્ડની કચેરીને 7 દિવસમાં કરવાની રહેશે.