For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગર DRI કચેરીમાં NOC ઇશ્યુ કરવા 15 હજારની લાંચ માંગતો રેલવે કર્મચારી ઝડપાયો

12:01 PM Sep 05, 2024 IST | Bhumika
ભાવનગર dri કચેરીમાં noc ઇશ્યુ કરવા 15 હજારની લાંચ માંગતો રેલવે કર્મચારી ઝડપાયો
Advertisement

ભાવનગર રેલવે કર્મચારીના ઓ.એસ. રૂ. 15 હજારની લાંચ લેતા અમદાવાદ એસીબીના છટકામાં ઝડપાઈ ગયા હતા. પ્રાપ્ત થતી માહિતી મુજબ કાળુભાઇ ઘીરૂભાઇ દુબલ, ઓ.એસ (વર્ગ -3), નિર્માણ શાખા, ડી.આર.એમ કચેરી, પશ્ચિમ રેલવે, ભાવનગરને રેલવે કોમ્યુનિટી હોલની સામે, ડી.આર.એમ ઓફીસની બાજુમાં, રેલવે કોલોની, ભાવનગરપરા ખાતેથી એસીબીના સ્ટાફે મળેલ ફરીયાદના આધારે રૂ.15,000ની લાંચ લેતા આ ઝડપી લીધો હતો.

આ કામનાં ફરીયાદી રેલવેનાં ઇલેકટ્રિક કોન્ટ્રાકટર અને રેલવે તરફથી આપવામાં આવતી એન.ઓ.સી મેળવી આપવાની કનસલ્ટનસીનું કામ કરે છે. તેઓ એ ગાામ- લીમડી જી. સુરેન્દ્રનગરની રેલવેની હદ નજીકની જમીનમાં બાંધકામ કરવા માટે એન.ઓ.સી મેળવવા તા.20/5/22નાં રોજ અરજી કરેલ હતી અને આશરે ચાર મહીના અગાઉ તે એન.ઓ.સી ભાવનગર ડી.આર.એમ ઓફીસે આવી ગયેલ હોવાનું જાણવા મળતા ફરીયાદી એન.ઓ.સી લેવા માટે ગયેલ હતા, પરંતુ ત્યાં એન.ઓ.સી ઇશ્યુ કરવાનું કામ કરતા આરોપી તેમની પાસે લાંચની માંગણી કરતા હતા, અને ધક્કા ખવડાવતા હતા, પરંતુ ફરીયાદી પાસે પૈસાની વ્યવસ્થાના હોઇ આગામી 15 દીવસમાં પૈસા આપી દેવાનું જણાવી એન.ઓ.સી આપેલ હતી.

Advertisement

બાદમાં આરોપી ફરીયાદી પાસે અવાર-નવાર લાંચનાં નાણાંની માંગણી કરતા હોઇ ફરીયાદી લાંચનાં નાણા ના આપે તો ફરીયાદીનાં અન્ય એન.ઓ.સીનાં કામો અટકાવી દેવાની ધમકી આપતા હોઇ ફરીયાદી લાંચનાં નાણાં આપવાના છુટકે સંમત થયેલ હતા , અને આજ રોજ આપી દેવાનો વાયદો કરેલ હતો.

પરંતુ ફરીયાદી લાંચનાં નાણાં આપવા માંગતાના હોઇ એસીબીનો સંપર્ક કરી ફરીયાદ આપતા , આજરોજ લાંચનાં છટકાનું આયોજન કરવામાં આવેલ, આ લાંચનાં છટકા દરમ્યાન આરોપી ફરીયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચની માંગણી કરી, સ્વીકારી રંગેહાથ પકડાઇ ગયેલ છે.દરોડાની આ કામગીરીમાં અમદાવાદ લાંચ-રુશ્વત ખાતાના એસ.એન.બારોટ (પો.ઇન્સ.)તથા સ્ટાફ જોડાયો હતો.

Advertisement
Tags :
Advertisement
Advertisement