For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાણવડના મોટા કાલાવડમાં કારમાં ઘૂસ્યો અજગર

11:56 AM Sep 24, 2025 IST | Bhumika
ભાણવડના મોટા કાલાવડમાં કારમાં ઘૂસ્યો અજગર

ભાણવડ તાબેના મોટા કાલાવડ ગામે ગઈકાલે રાત્રિના સમયે એક મોટરકારના માલિકે પોતાની કારનો દરવાજો ખોલતા જ કારના ડેશબોર્ડ પર નવેક ફૂટ જેટલો લાંબો અજગર જોવા મળતા તેઓ ગભરાઈ ગયા હતા.આ કારના માલિકે સમય સૂચકતા વાપરી અને કારની બહાર નીકળી દરવાજો બંધ કરી દીધો હતો અને બાદમાં ભાણવડના રેસ્ક્યુઅર અશોકભાઈ ભટ્ટને જાણ કરી હતી. જે અંગેની જાણ થતા રેસ્ક્યુ ટીમના સભ્યોએ તુરંત સ્થળ પર પહોંચી જઈ અને નવથી દસ ફૂટ લંબાઈના આ અજગરનું રેસ્ક્યુ સફળતાપૂર્વક કરવામાં આવતા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો.

Advertisement

અજગરના રેસ્ક્યુ બાદ ટીમના અશોકભાઈ ભટ્ટ દ્વારા સ્થળ પર હાજર લોકોને અજગર વિશે માહિતગાર કર્યા હતા અને આ અજગર કાર નજીક વૃક્ષ હોય અને કાર દરવાજાના ગ્લાસ ખુલ્લા હોય ત્યાંથી અંદરની બાજુ આવી ગયો હોવાનું જણાવ્યું હતું. આ રેસ્ક્યુ બદલ પરિવારે રેસ્ક્યુ ટીમના તમામ સભ્યોનો આભાર માન્યો હતો.
આ રેસ્ક્યુ કાર્યમાં એનિમલ લવર્સ ચેરી. ટ્રસ્ટના રેસ્ક્યુઅર અશોક ભટ્ટ, મેરામણ મકવાણા, દત્ત દેસાઈ, હરીશભાઈ અને અક્ષય જોડાયા હતા.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement