For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ભાવનગરમાં પિતાના બારમાની વિધિ પૂરી થયા બાદ સ્કૂલે જતી આશાસ્પદ છાત્રાનું અકસ્માતમાં મોત

12:04 PM Oct 08, 2024 IST | admin
ભાવનગરમાં પિતાના બારમાની વિધિ પૂરી થયા બાદ સ્કૂલે જતી આશાસ્પદ છાત્રાનું અકસ્માતમાં મોત

ડોક્ટર બનવાનું સ્વપ્ન જોઈ રહેતી વિદ્યાર્થિની રિ-નીટની તૈયારી કરી રહી હતી

Advertisement

દેસાઇનગર રાધેશ્યામ પાર્કમાં રહેતી અને રી નીટની તૈયારી કરી રહેલી જીલ સંદીપભાઇ બારૈયા નામની 18 વર્ષની વિદ્યાર્થીની સવારે તેના ઘરેથી એક્ટીવા લઇને ઓજ સ્કુલમાં જવા માટે રવાના થઇ હતી. જીલના પિતાનું તા.25ના રોજ મૃત્યુ થયું હતું અને તેના કારણે તે થોડા દિવસથી સ્કુલે જતી ન હતી.

બારમાની વીધી પુરી થયા બાદ જીલ સવારે અભ્યાસ માટે ઘરેથી નિકળી હતી. જીલ તેની એક્ટીવા લઇને શિક્ષક સોસાયટીના નાકા પાસે પહોંચી હતી તે સમયે અચાનક જ પુર ઝડપે ધસી આવેલા ઇકો કારના ચાલકે એક્ટીવાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અને જીલને ગંભીર પ્રકારની ઇંજા પહોંચી હતી. અકસ્માત સર્જી કારનો ચાલક ફરાર થઇ ગયો હતો,
અકસ્માતમાં મૃત્યુ પામેલ જીલના પિતાને હાર્ટની તકલીફ હતી અને 15 દિવસ પહેલા જ તેમનું હાર્ટ ટ્રાન્સપ્લાન અમદાવાદ ખાતેની યુ.એમ.મહેતા હોસ્પિટલ ખાતે કરવામાં આવ્યું હતું.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement