ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

સંતાન પ્રાપ્તિ, ઘર કંકાસ, દુ:ખ દર્દ દૂર કરતાં ભુવાનો પર્દાફાશ કરતું જાથા

11:31 AM Oct 10, 2025 IST | Bhumika
Advertisement

હિન્દુ ધર્મ અંગીકાર કરનાર ભૂવો ફિરોઝ ધુણીને લોકોના દુ:ખ દર્દ દૂર કરવાનો દાવો કરતો: ભૂવા સામે ગુન્હો દાખલ કરી કાર્યવાહી કરવાની જાથાએ કરી માંગ

Advertisement

મોરબી જિલ્લાના હળવદ ગામમાં ધ્રાંગધ્રા દરવાજા પાસે ઘરમાં મોગલ માતાજીનો મઢ બનાવી છેલ્લા દશ-બાર વર્ષથી લોકોના દુ:ખ-દર્દ મટાડવા, દાણા જોવાના ધતિંગ કરનાર ભુવો ફિરોજ યુનુસ સંધિનો ભારત જન વિજ્ઞાન જાથાની ટીમે હળવદ પોલીસ સ્ટેશનની મદદથી પર્દાફાશ કર્યો હતો. ભુવા સામે ગુન્હો દાખલ કરવા વિધિવત અરજી આપવામાં આવી હતી. પોતે સાડા પાંચસોને સંતાન પ્રાપ્તિ કરાવ્યાનો દાવો પોકળ સાબિત થયો હતો. હિન્દુ ધર્મનો અંગીકારનો પુરાવો આપી ન શકનાર ભુવો, બોગસ સાબિત થયો હતો.

બનાવની વિગત પ્રમાણે વિજ્ઞાન જાથાના કાર્યાલયે છેલ્લા 6 માસથી ટેલીફોન-મોબાઈલ અને રૂૂબરૂૂમાં માહિતી આપવામાં આવી હતી તેમાં ભુવો ફિરોજ છેલ્લા દસ-બાર વર્ષથી ઘરમાં માતાજીનો મઢ બનાવી રવિવાર-મંગળવારે લોકોના દુ:ખ-દર્દ જોવાનું કામ, સંતાન પ્રાપ્તિ, ઘર કંકાસ, પ્રેમ લગ્ન, છુટાછેડા, રૂૂપિયા પરત મેળવવા સંબંધી ધૂણીનું કામ કરી ટેક-બાધા રખાવી, ધાર્મિક ચીજવસ્તુ મંગાવી લોકો સાથે શારીરિક-માનસિક-આર્થિક છેતરપિંડીનું કામ કરે છે. ભ્રમમાં નાખી, માતાજીનો પ્રકોપ બતાવી મંગળવાર ભરવાનો આગ્રહ રાખે છે. સાગ્રીતોની ટોળકી રાખવાથી, ભોગ બનેલા ફરિયાદ કરવા આગળ આવતા નથી.

જાથાના જયંત પંડયા, તેની ટીમ, હળવદ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ, ’ડી’ સફ, પો. ઈન્સ. આર. ટી. વ્યાસ ધ્રાંગધ્રા દરવાજાની અંદર રાવલ ફળીમાં મઢે પહોંચી ગયા. પોલીસ જાથાની ટીમને જોઈને અફરાતફડી થઈ ગઈ હતી. 300 લોકો જોવડાવવા બેઠા હતા, ત્રાસમાં મોટી રકમ સૌ કોઈએ જોઈ હતી.

માતાજીના સ્થળે પહોંચી ભુવા ફિરોજને પરિચય આપતા ગુસ્સામાં બીજે કેમ જતા નથી. ભુવાની ધમાલ, ઉશ્કેરાટ કરવાની વૃત્તિ હતી. ધૂણવું; ભ્રમમાં નાખવું, માતાજીનો ડર બતાવવો, કાનુની અપરાધ છે તેની વાત કરતાં તેના ભકતો અવરોધ ઉભો કરી રૂૂપિયા લેતા નથી. ભુવા માટે ઝઘડો કરવા તૈયાર હોવાનું માલુમ પડતા પરિસ્થિતિ પામી ભુવાને પોલીસ સ્ટેશને બોલાવવાનું નક્કી થયું. કાયદો વ્યવસ્થા બગડે નહિ તે માટે સ્થળ ઉપર પરિસ્થિતિ મુજબ જાથા-પોલીસ તંત્રે કામ લીધું હતું. બે મિનિટ જાથા વિરૂૂદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. ભુવા તેના શ્રધ્ધાળુ, સાગ્રીતોનો મનસુબો સફળ થયો ન હતો. સ્થાનિક એક પત્રકાર ટી.વી. ચેનલવાળાએ ભુવાની તરફેણ કરતાં માણસોમાં ઉશ્કેરાટનું કામ કર્યું હતું તેવું લાગ્યું હતું. ભુવા ફિરોજ સાથે મિલીભગત જાથાને લાગ્યું હતું.

ભુવો ફિરોજ તેના સમર્થકો સાથે પોલીસ સ્ટેશને હાજર થયો. જાથાના જયંત પંડયાએ જણાવ્યું કે માતાજીનો ડર બતાવવો, ભ્રમમાં નાખવું કાનુની ગુન્હો બને છે. સમર્થકોના કારણે ભુવો જાથાની વાત માનવા તૈયાર ન હતો. જાથાને કીધું કે મેં હિન્દુ ધર્મનો અંગીકાર કર્યો છે પણ તેના પુરાવા રજૂ કરી શકયો ન હતો. હિન્દુ નામ રાખવામાં શું વાંધો છે ? જવાબ આપી શકયો ન હતો. ભુવા કરતા સમર્થકો અવરોધ કરતા હતા. જાથાએ બધાની હાજરીમાં કીધું ભારતભરમાં કામ કરીએ છીએ તમારાથી ફાટી પડતા નથી. કાયદેસર થશે.

ત્રણવાર ભુવા પાસે જોવડાવવા ગયેલ મહિલા કાર્યકર ફરિયાદની અરજી આપી હતી. પોલીસે તપાસ કરી યોગ્ય કરવાની ખાત્રી આપી હતી. અંતમાં, ભુવા ફિરોજ વિરૂૂદ્ધ ફરિયાદ કરવા પીડિતો આગળ આવે તેવી અપીલમાં મો.નં. 98252 16689 ઉપર સંપર્ક કરવો.

Tags :
DhrangadhraDhrangadhra newsgujaratgujarat newsmorbimorbi news
Advertisement
Next Article
Advertisement