For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં હવે ધારાસભ્ય-સાંસદને કરાશે રજૂઆત

11:44 AM Jun 09, 2025 IST | Bhumika
રીબડાના અમિત ખૂંટ આપઘાત કેસમાં હવે ધારાસભ્ય સાંસદને કરાશે રજૂઆત

ગોંડલના ચકચારી અમિત ખૂંટ આપઘાત મામલે ન્યાયની માંગ પ્રબળ બની રહી છે, ત્યારે આજે શહેરના પાળ રોડ પર આવેલી ક્રિષ્ના રેસ્ટોરન્ટ ખાતે શ્રદ્ધાંજલિ સભા સાથે મહત્ત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં રીબડા સહિત આસપાસના વિસ્તારોમાંથી 150 જેટલા યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા.આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય અમિત ખૂંટને ઝડપથી ન્યાય મળે અને તેના પરિવારને આર્થિક સહાય પુરી પાડવાનો હતો.

Advertisement

બેઠકમાં આ બે મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જ્યારે બેઠકમાં ઉપસ્થિત યુવાનોએ પોલીસની ઢીલી કામગીરી સામે નારાજગી વ્યક્ત કરતાં આક્ષેપ કર્યો હતો કે, પોલીસ આરોપીઓને પકડવા માટે સક્રિય નથી. આ મામલે પોલીસ ત્વરિત અને નિષ્પક્ષ કાર્યવાહી કરે તેમજ ગુનેગારોને કાયદાના સકંજામાં લઈ કડક સજા કરે તેવી સર્વસંમતિથી માંગ કરવામાં આવી હતી.

આટલું જ નહીં, પોલીસ યોગ્ય કાર્યવાહી કરે તે માટે આગામી સમયમાં નેતાઓને રજૂઆત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જે અંતર્ગત ધારાસભ્ય રમેશ ટીલાળા અને સાંસદ પુરુષોત્તમ રુપાલાને રજૂઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં જ ધારાસભ્ય અને સાંસદ સહિત અન્ય જનપ્રતિનિધિઓને મળીને આ કેસમાં ઝડપી અને ન્યાયી કાર્યવાહી થાય તે માટે દબાણ લાવવામાં આવશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement