વેરાવળ-પાટણ શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે પ્રાથમિક સરવે હાથ ધરાશે
પાલિકા પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાતા પી.એમ.સી.ક્ધસલ્ટન્ટની નિમણૂંક
વેરાવળ-પાટણ જોડીયા શહેરી વિસ્તારમાં વરસાદી પાણી ભરાવાથી શહેરીજનોને પડતી મુશ્કેલી અંગે પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને રજૂઆત કરાતા આ સમસ્યાના હલ કરવા પ્રાથમિક સર્વે માટે મલ્ટી મીડિયા પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ પી એમ સી ક્ધસલ્ટન્ટ ની નિમણૂક કરવામાં આવેલ છે.
આ અંગે નગરપાલિકાના પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઈ જાની એ જણાવેલ કે, દર વર્ષે ચોમાસાની સિઝનમાં વેરાવળ પાટણ જોડીયા શહેરમાં સીમ તળ નું પાણી ગામ તળ માં આવવાથી દર વર્ષે શહેરીજનોને પાણી ભરાવાની સમસ્યા નો સામનો કરવો પડે છે જે બાબતે નગરપાલિકા ના પ્રમુખ પલ્લવીબેન જયદેવભાઈ જાની દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ને રૂૂબરૂૂ મળી વેરાવળ-પાટણ શહેર માં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે તાંત્રિક પધ્ધતિથી સર્વે કરાવી આ પાણીના સુયોગ્ય નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેઇન ની કામગીરી કરાવવા રજૂઆત કરવામાં આવેલ જે બાબતે જીયુડીસી દ્વારા સીએમ ની સૂચનાથી વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકા હદ વિસ્તારમાં ભરાતા પાણીના પ્રાથમિક સર્વે માટે મલ્ટી મીડિયા પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ પી એમ સી ક્ધસલ્ટન્ટ ની નિમણૂક કરી શહેરમાં ભરાતા વરસાદી પાણીના નિકાલ માટે નો પ્રાથમિક સર્વે કરી આગામી સમયમાં ડિટેલ સર્વે કરી આ કામગીરી વહેલી તકે હાથ ધરવામાં આવશે જેથી શહેરના રહેવાસીઓને ચોમાસાની સિઝન દરમિયાન ભરાતા વરસાદી પાણી ની સમસ્યાનો કાયમી ઉકેલ મળી રહેશે.
હાલ મલ્ટીમીડિયા પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ પી એમ સી ક્ધસલ્ટન્ટ દ્વારા વેરાવળ પાટણ નગરપાલિકા હદ વિસ્તાર ના જુદા જુદા વોર્ડમાં પ્રાથમિક સર્વે ની કામગીરી કરેલ હોય આગામી સમયમાં ડિટેલ સર્વે કરવા પ્રમુખ દ્વારા આ કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે બાબત ની સૂચના આપવામાં આવેલ હોવાનું એક યાદીમાં જણાવેલ છે.