વાંકાનેર બાઉન્ડ્રી પાસેથી 2.75 લાખના દારૂના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો
વાંકાનેર મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે ગોવા અને મહારાષ્ટ્રની બોર્ડર ઠેકાડી વાંકાનેર બાઉન્ડ્રી સુધી દારૂ અને બિયરનો જથ્થો ચોરખાનામાં છુપાવીને પહોંચી ગયેલા આઇસર ચાલકને વિદેશી દારૂૂની અલગ અલગ બ્રાન્ડની 625 બોટલ તેમજ બિયરટીન નંગ 48 મળી કુલ 2,72,510ના દારૂ બિયર સહિત કુલ રૂૂપિયા 12,77,510ના મુદામાલ સાથે આરોપીને પકડી પાડવામાં આવ્યો હતો, એલસીબી ટીમને બાતમી મળી હતી કે, અમદાવાદ તરફથી આઇસર ગાડી નંબર જીજે-23-એટી-3603 વાળી રાજકોટ તરફ આવી રહી છે.પાછળના ભાગે કાળા કલરની તાલપત્રી બાંધેલી હોવાનું અને આઇસર ગાડીમાં ચોર ખાનુ બનાવી તેમાં દારૂૂનો જથ્થો છુપાવેલો હોવાની બાતમીને આધારે વાંકાનેર બાઉન્ડ્રીએ પોલીસ ચોકી પાસે વોચ ગોઠવતા આ ગાડી નીકળતા આઇસર ચાલક મુળસીંગ રાઠોડને પકડી પૂછપરછ કરતા આઇસરમાંથી દારૂ બિયરનો જથ્થો કાઢી આપ્યો હતો. પોલીસની પૂછપરછમાં દારૂનો આ જથ્થો આરોપી દયાનંદ ગોપાલ રહે. કોનકોન ગામ ગોવા, કોચીન, હાઇવે વાળાએ મોકલ્યો હોવાનું અને રાજકોટમાં રાજુસીંગ નામના આરોપીને આ જથ્થો આપવામાં આવનાર હોવાની કબૂલાત આપતા એલસીબી ટીમે દારૂ, બીયર મળી કુલ રૂ. 12,77,510 નો મુદામાલ કબજે કરી વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં ગુનો રજિસ્ટર કરાવ્યો હતો.
હળવદમાંથી દેશી-વિદેશી દારૂ સાથે 3 પકડાયા
સરા ચોકડીએથી બસમાં અંગ્રેજી દારુનો જથ્થો પસાર થવાનો છે અને આ બાતમી મળતા પોલીસે ધાગંધ્રા તરફથી આવતી ઉદેપુરથી મોરબી જતી એસટી બસ જીજે 18-ઝેડ 9931 બસની તલાસી લેતાં સીટમાં છેલ્લે બેઠેલો માનવ ઉર્ફે કાનો પ્રવીણભાઈ પટેલની અંગ્રેજી દારુની બોટલો નંગ 24 કિમત રૂપિયા 8400 સાથે ધરપકડ કરી હતી.રેડમા વિપુલ ભદ્રાડીયા, કમલેશ પરમાર, દેવેન્દ્ર સિહ ઝાલા,રણછોડભાઈ કણઝરીયા જોડાયા હતા. જ્યારે બીજી રેડમા રાયધ્રા ગામે રહેણાંક મકાનમાથી 21 ચપલા કિમત 2100, બિયરના ટીન 10 કિમત 1000 સાથે કુલ 3100ના મુદ્દામાલ આરોપી રોહિત હરજીભાઈ સિણોજિયાની ધરપકડ કરી હતી આ રેડમા રણજિતસિહ રાઠોડ, દિપકસિહ કાઠીયા સહિતના જોડાયા હતા.જ્યારે ત્રીજી રેડમા રાતાભેર ગામની સીમમાં આવેલા પેટ્રોલ પંપ પાસે રોડપરથી મુકેશ ઉર્ફે મહેશ ધીરુભાઈ વાઘેલા રહે.ચુપણી વાળાને 12 લીટર દેશીદારુ કિમત 240ના મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી આમ પોલીસે દેશી અને વિદેશી દારૂના જથ્થા સાથે ત્રણની ધરપકડ કરી હતી. (તસવીર : ચતુર ઠાકોર)