રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

કાલાવડ પાસેથી કુખ્યાત ધાડપાડુ ગેંગ ઝડપાઇ

11:36 AM Oct 15, 2024 IST | admin
Advertisement

મોટી ઘટનાને અંજામ આપે તે પહેલાં એલસીબીએ પાંચ શખ્સોને ઝડપી લીધા, દસ ગુનાનાં ભેદ ઉકેલાયો

Advertisement

જામનગર જિલ્લાના કાલાવડ પંથકમાં લૂંટ-ધાડ કરવાના ઇરાદે ઉતરેલી ગેંગના પાંચ સભ્યોને એલસીબી ની ટુકડીએ ગઈ રાત્રે અનેક ધારદાર હથિયારો સાથે ઝડપી લીધા છે. જેઓ લૂંટ- ધાડની ઘટનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે તમામને અટકાયતમાં લઈ લીધા હતા. જામનગરની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે કાલાવડ પંથકમાં ચોરી-લૂંટ-ધાડ ના ઇરાદે ઉતરેલી ચોક્કસ ગેંગ કે જે આસપાસના વિસ્તારમાં મોડી રાત્રે ઘૂમી રહી છે.

જે બાતમીના આધારે કાલાવડના રણુજા રોડ પર એલસીબી ની ટુકડીએ મોડી રાત્રે વોચ ગોઠવી હતી. કાલાવડના દેવપુર રણુંજા જવાના રોડ પર ઔધીગીક વસાહતના ગેઇટ નજીક લુંટ-ધાડ પાડવાની તૈયારી માટે એકત્ર થયેલ ટોળકીને એલસીબીએ દબોચી લીધી હતી તેની પાસેથી એક બાઇક, મોબાઇલ અને ગણેશયા, પાઈપ, છરી જેવા ઠથીયારો મળી આવ્યા હતા, પાંચની સામે ફરીયાદ કરવામાં આવી છે. પછપરછમાં 10 ગુનાના ભેદ ઉકેલાયા છે.

પકડાયેલ આરોપીઓ અનેક ગુનામાં સંડોવાયેલ છે જયારે અન્ય એક આરોપી 10 ગુનામાં સંડોવાયેલ છે. આરોપીઓ વિરુધ્ધ 48થી વધુ ગુના દાખલ થયા હોવાનું તપાસ દરમ્યાન બહાર આવેલ છે. એસપહી પ્રેમસુખ ડેલુના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઇ લગારીયા, પીએસઆઇ મોરી, પીએસઆદથ, પટેલ અને સ્ટાફ વણશોધાયેલ ગુના શોધી કાઢવા પેટ્રોલીંગમાં હતા, દરમ્યાન દિલીપભાઇ. હિતેન્દ્રસિંહ, કાસમભાઇ,હરદીપભાઇ, મયુરસિંહ રૂૂષીરાજસિંહને સંયુકત બાતમી મળેલકે રાજયના અલગ અલગ જીલ્લામાં ખુન, ખુનની કોશિષ, લુંટ ચોરીઓ આચરતી ગેંગના સાગરીતોએ હથીયારો સાથે રણુજા રોડ પર જવાના છે.

આ બાતમીના આધારે આ દિશામાાંં તપાસ લંબાવી હતી. કાલાવડથી દેવપુર ગામ રણંજા મંદિર તરફ જવાના રોડ જીઆઇડીસી ગેઇટ પાસે કેટલાક શખ્સો અગાઉથી કાવતરૂૂ રચી હથીયારો ધારણ કરી રોડ પર પસારા થનારા અને વાહનચાલકોને લુંટી લેવા અથવા આસપાસના એરીયામાં કોઇ જગ્યાએ ધાડ પાડવાની તૈયારી સાથે એકઠા થયા છે એવી બાતમી એલસીબીને મળી હતી. જે બાતમી આધારે એલસીબીની ટુડીએ રેઇડ / પાડીને કાવતરૂૂ રચીને કોઇ ગુનાન અંજામ આપે એ માટે ઐકત્રાં થયેલ ટોળકીને પક્કડી પાડી હતી.. તેની પાસેથી 3 મોબાઇલ, સાઇન મોટરસાયકલ, પાઇ છરી, લાકડી, ગણેશીયા,ડીસમીસ, કટર, રોકડ 1.15. 500 મળી કુલ 1.56.290નો મુદામાલ કબ્જે કર્યો હતો.

આ અંગે એલસીબી પીઆઇ એ.કે. પટેલ દ્વારા જાતે ફરીયાદી બનીને કાલાવડ ટાઉન પોલીસમાં પકડાયેલા શખ્સો મુળ દાહોદના આંબલી ખજુરીયા,ગામના અને હાલ મોટી માટલી વાડીમાં રહેતા કમલેશ બઈ 7 પલાસ, છરછોડા ગામના અજય ધીરૂૂ પલાસ, ગોરધન ધીરૂૂપલાત્ત, આંબલી ખજુરીયાના પંકેશ મથુર પલાસ, બિલીયા ગામના હાલ ધોરાજી વાડી વિસ્તારના રંગીત બાદર મીનામાની અટક કરીને તમામ સામે ફરીયાદ નોંધાવી હતી. એલસીબીની તપાસ દરમ્યાન કાલાવડ ટાઉનના શ્યામવાટીકા વિસ્તારના મકાનોમાં થયેલી ઘરફોડ ચોરીઓ, મહ્મા, કડાણા,, કુવાડવા, સેવાલીયા, મહીસાગર જીલ્લાના ખાંડીવાવ, કાલાવડના આણંદપર વિસ્તાર, અમદાવાદના દસકોઇ, બજરંગ ગામ, અમદાવાદ રૂૂરલ, રાજકોટના ધોરાજી જમનાવડ રોડ, રાજકોટના બેડી ગામ વિસ્તારમાં 10 ચોરીના ભેદ ખુલ્યા છે..

પકડાયેલ આરોપીઓની ગુનાહીત ઇતિહાસ જોતા પંકેશ પલાસ વિરુધ્ધ કલોલ, જેસાવાડ, મોરવા, લીમખેડા, વિધાનગર,, આણંદ, દેવગઢ બારીયા, વેજલપુર, ધાનપુર, ભાણવડ, વટવા, ગરબડા વિગેરે 34 ગુનામાં સંડોવણી જયારે કમલેશની ધાનપુર, જાંબુઘોડા, દેવગઢ બારીયા, રાજગઢ, દમલ 2 ગરબડા, હાલોલમાં 10 ગુનામાં તેમજ ગોરધનની જેસાવાગ, લોધીકા, અજયની સેવલીયા, વિવેકાનંદ પોલસ સ્ટેશન ખાતે ગના નોંધાયા છે, આરોપીઓ મોડી રાત્રીના બંધ મકાન,, કારખાના, ફેકટરીને ટાર્ગેટ કરતા, આરોપીઓ વિરધ્ધ રાજકોટ, દેવભુમી દ્વારકા, અમદાવાદ રૂૂરલ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર જીલ્લામાં લુંટ, ધાડ, ખુન, ખુનની કોશીષ, ચોરી મળી 48 ગુના નોંધાયેલા છે.

Tags :
caught from Kalavadcrimegujaratgujarat newsjamanagrjamnagarnews
Advertisement
Next Article
Advertisement