આઉટડોર એડવર્ટાઇઝિંગનો નવો યુગ, એનામોર્ફિક હોર્ડિંગનો પ્રારંભ
સ્કાયમ્યુરલ્સ એડવર્ટાઇઝમેન્ટ પ્રાઇવેટ લિમીટેડ દ્વારા એનામોર્ફિક (3D ) ક્ધટેન્ટ પ્રદર્શીત કરવાની ક્ષમતા ધરાવતા ગુજરાતનાં સૌપ્રથમ ડયુઅલ-સ્ક્રીન ડિજીટલ હોર્ડીંગનાં લોન્ચ સાથે રાજકોટનાં આઉટડોર જાહેરાત ક્ષેત્રે એક નવા અધ્યાયનો પ્રારંભ થયો છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ન્યુયોર્કનાં ટાઇમ્સ સ્કવેર તેમજ ભારતમા મુંબઇ અને બેંગલુરુ જેવા મહાનગરોનાં પ્રતિષ્ઠીત સ્થળોએ જોવા મળતુ આ અત્યાધુનીક જાહેરાત ફોર્મેટ હવે રાજકોટમા પ્રસ્થાપીત થયુ છે જે શહેરમા વિઝયુઅલ ઇનોવેશનનાં એક નવા યુગનો પ્રારંભ કરે છે.
શહેરનાં ન્યુ 150 ફુટ રિંગ રોડ પર વ્યુહાત્મક રીતે સ્થાપીત આ ડિજીટલ ઇન્સ્ટોલેશનમા 30 ફુટ પહોળી અને 15 ફુટ ઉંચી એવી બે વિશાળ સ્ક્રીમનનો સમાવેશ થાય છે આ ડયુઅલ સ્ક્રીન ફોર્મેટ બ્રાન્ડસને કોઇ એક અથવા બંને સ્ક્રીન પર એકસાથે જાહેરાત પ્રદર્શીત કરવાની સુવીધા પુરી પાડે છે જેનાથી આસપાસનાં વિસ્તારોમાથી રાજકોટ તરફ આવતા - તા લોકોને અપ્રતિમ વિઝીબિલીટી મળશે.
આ પ્રોજેકટનુ નેતૃત્વ સ્કાયમ્યુરલ્સ એડવર્ટાઇઝમેન્ટ પ્રાઇવેટ લિમીટેડનાં ભાગીદારો રાજ કેતન ગોર , મહેશ ધીરુભાઇ સોલંકી, રેખાબેન શૈલેષભાઇ રાવલ અને અરુણભાઇ બાબુલાલ પંડયાએ કર્યુ છે.
આ પહેલ અંગે જણાવતા ભાગીદારોએ ભાર પુર્વક કહયુ કે આ નવીનતા રાજકોટનાં માર્કેટીંગ અને બ્રાન્ડ-બિલ્ડીંગ ક્ષેત્રે એક પરિવર્તનકારી વળાંક સાબીત થશે. વિશ્ર્વ કક્ષાની એનામોર્ફીક ડિસ્પ્લે ટેકનોલોજીનાં આગમથી શહેરનાં જાહેરાત માળખાને તો મજબુતી મળશે જ સાથે સાથે બ્રાન્ડસને પણ તેમનાં ગ્રાહકો સાથે વધુ ગતિશીલ અને પ્રભાવશાળી રીતે જોડાવાની ઉતમ તક પ્રાપ્ત થશે.
રાજકોટમા આગામી ડિજીટલ હોર્ડિંગ્સ લોન્ચ કરવા માટે સ્કાયમ્યુરલ્સ પાસે થોડી વધુ સાઇટસ છે આ સાઇટસ આગામી 8 મહીનામા લોક થઇ જશે અને લાઇવ થઇ જશે.