For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વરસાદી પાણીના સંચય માટે રાષ્ટ્રીય નીતિ જરૂરી

12:36 PM Aug 29, 2024 IST | admin
વરસાદી પાણીના સંચય માટે રાષ્ટ્રીય નીતિ જરૂરી

વરસાદી પાણીના સંચય માટે રાષ્ટ્રીય નીતિ જરૂરી
ગુજરાતમાં ચોમાસું બરાબર જામી ગયું છે અને લોકોએ કલ્પના પણ ના કરી હોય એવો વરસાદ પડતાં હાલત ખરાબ થઈ ગઈ છે. ગુજરાતમાં છેલ્લા 3 દિવસથી વરસી રહેલા મુશળધાર વરસાદના કારણે મોટા ભાગના જિલ્લા પૂરની લપેટમાં આવી ગયા છે. જન્માષ્ટમીના દિવસે લોકો ફરવા નીકળે ને મજા કરે પણ આ વખતે વરસાદના કારણે જન્માષ્ટમીએ પણ લોકોએ ઘરમાં ભરાઈ રહેવું પડ્યું. વરસાદના પહેલા રાઉન્ડમાં દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ઠેર ઠેર પાણીમાં ગામેગામ ડૂબી ગયાં હતાં. હવે મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં એ હાલત છે. વરસાદના કારણે સૌરાષ્ટ્ર આખું ડૂબી ગયું હોય એવી હાલત છે તો મધ્ય ગુજરાતમાં પણ વડોદરા સહિતનાં શહેરો તો જળબંબાકાર થઈ ગયાં છે. વડોદરા તો એક દિવસ પડેલા દેમાર વરસાદમાં આખું ડૂબી ગયું હતું ને તેની કળ વળ તે પહેલાં તો ફરી વરસાદે બીજો રાઉન્ડ શરૂૂ કરી દેતાં વડોદરાની હાલત પાછી બગડી ગઈ છે.

Advertisement

અમદાવાદમાં આ સિઝનમાં બહુ વરસાદ નહોતો પડ્યો પણ આ વખતે અમદાવાદે પણ દેમાર વરસાદ જોઈ લીધો. અમદાવાદમાં વરસાદના કારણે લોકોએ ઘરમાં ભરાઈ રહેવું પડે એવું ભાગ્યે જ બનતું હોય છે પણ આ વખતે સળંગ બે દિવસ અમદાવાદીઓએ ઘરમાં ભરાઈ રહેવું પડ્યું. ગુજરાતમાં વરસાદે બોલાવેલી ધડબડાટીના કારણે એ જ જૂની સમસ્યા તરફ પાછું ધ્યાન ગયું છે. મતલબ કે, વરસાદ ના પડે ત્યારે ગુજરાત પાણીની અછતથી ત્રસ્ત હોય ને વરસાદ આવે ત્યારે પાણીનું શું કરવું તેની સમસ્યાથી ત્રસ્ત હોય. ગુજરાતમાં જેવી વરસાદની રમઝટ બરાબર જામવા માડે કે તરત જ પાણી ભરાવાની ને લોકોના ફસાવાની સમસ્યા શરૂૂ થઈ જાય છે. અઠવાડિયું વરસાદ પડે તેમાં તો પાણીનો નિકાલ કઈ રીતે કરવો તેની ખબર જ ના પડે એવી હાલત થઈ જાય છે અને અત્યારે એ જ સ્થિતિ છે. દેમાર વરસાદને કારણે લોકોની હાલત ખરાબ થઈ ગઈ છે અને પાણીનો નિકાલ કેમ કરવો તેની સૂઝ પડતી નથી. આ સ્થિતિ વરસોથી છે ને ગુજરાત સરકારે આ વાતને હવે ગંભીરતાથી લેવાની જરૂૂર છે.

આ વાત માત્ર ગુજરાતની નથી પણ આખા દેશની છે. ગુજરાતની જેમ જ્યાં પણ વરસાદ પડે છે ત્યારે આ જ સ્થિતિ સર્જાય છે છતાં આપણે કશું કરી શકતા નથી કેમ કે આપણે વોટર મેનેજમેન્ટમાં સાવ કાચા સાબિત થયા છીએ. વરસાદી પાણી આવવાનું છે એ સનાતન સત્ય હોવા છતાં વરસાદી પાણીનો બે-ચાર કલાકમાં નિકાલ થઈ જાય ને ભવિષ્યમાં તેનો ઉપયોગ લોકોના ભલા માટે કરી શકાય એ પ્રકારની વ્યવસ્થા આપણે કરી શક્યા નથી એ કડવી વાસ્તવિકતા છે. આ સ્થિતિ બદલવા માટે રાષ્ટ્રીય નીતિની જરૂૂર છે. નરેન્દ્ર મોદીએ પાંચ વર્ષ પહેલાં બીજી વાર વડા પ્રધાન બન્યા પછી પહેલી વાર નમન કી બાતથ કરી ત્યારે દેશમાં પાણીના કકળાટ વિશે માંડીને વાત કરેલી. મોદીએ દેશમાં પાણીની સ્થિતિ ગંભીર છે એ કબૂલીને લોકોને ત્રણ વિનંતી કરી હતી.

Advertisement

પહેલી વિનંતી સ્વચ્છતા અભિયાનની જેમ દેશમાં જળસંયચ અભિયાન શરૂૂ કરવાની કરી હતી. બીજી વિનંતી જળસંચય માટે પરંપરાગત રીતે જે પદ્ધતિઓ અપનાવાતી હતી તેનું જ્ઞાન બીજાં લોકો સુધી પહોંચાડવાની હતી. ત્રીજી વિનંતી તેમણે દેશમાં જળસંચય માટે કામ કરતાં લોકો અને સંસ્થાઓનાં નામ લોકો સુધી પહોંચાડવાની કરી કે જેથી એક ડેટાબેઝ તૈયાર કરી શકાય. પોતાની સરકારે અલગ જળશક્તિ મંત્રાલય ઊભું કર્યું છે ત્યારે તેનો લાભ લેવાની વિનંતી કરીને મોદીએ જળસંચયને એક દેશવ્યાપી અભિયાનમાં ફેરવી દેવાની અપીલ કરી હતી. મોદીએ જે મુદ્દો ઉપાડ્યો એ જરૂૂરી ને સમયસરનો હતો પણ કમનસીબે રાજ્ય સરકારે તેને ગંભીરતાથી લીધી નહીં તેથી પાંચ વર્ષ પછી સ્થિતિ એ જ છે. વાંધો નહીં, મોદી સરકાર જાગ્યા ત્યારથી સવાર કરીને જળ સંચાલન માટે પંચવર્ષિય યોજના પ્રકારની કોઈ યોજના જાહેર કરીને રાજ્યોને ફરી દોડતાં કરે તો ભવિષ્યમાં તેનાં સારાં ફળ ચાખી જ શકાશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement