ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

કાલે PM મોદીની જીવનગાથા દર્શાવતા મલ્ટી મીડિયા મ્યુઝિકલ શો નું આયોજન

06:04 PM Sep 13, 2025 IST | Bhumika
Advertisement

રેસકોર્ષમાં 150થી વધુ કલાકારો રજૂ કરશે ઓપરેશન સિંદૂર અને દેશની આન-બાન અને શાનની ગૌરવ ગાથા, લોકોને લાભ લેવા અપીલ

Advertisement

રાજકોટ એનજીઓ ફેડરેશનના સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળા, દિનદયાળ ઉપાધ્યાય વિચાર મંચના સંયોજક રાજુભાઇ ધૃવ, ઉર્વે પટેલ, બોલબાલા ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઇ ઉપાધ્યાય, દીકરાનુ ઘરના ટ્રસ્ટી અનુપમભાઇ દોશી અને શાળા સંચાલક મંડળના પ્રમુખ અવધેશભાઇ કાનગડે તેમની અખબારીયાદીમા જણાવાયુ છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી બાલ્યકાળથી દેશ પ્રેમ અને રાષ્ટ્રવાદના રંગે રંગાયેલા જીવનમા અનેક સંઘર્ષોથી ભરેલુ રહયુ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનો આગામી તા. 17-9-2025 નાં રોજ 75 મા જન્મ દિવસ છે એ તેમના જન્મદિવસની ઉજવણીને ભવ્યાતિભવ્ય બનાવવાના ભાગરુપે આવતીકાલ તા. 14-9-2025 ને રવીવારના રોજ રાજકોટના રેસકોર્ષ ગ્રાઉન્ડમા એનજીઓ ફેડરેશન , રાજકોટ દ્વારા મલ્ટી મીડીયા મ્યુઝીકલ શો નાટયોત્સવનુ વિના મુલ્યે નિ:શુલ્ક આયોજન કરવામા આવ્યુ છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને તા. 17 સપ્ટેમ્બરના રોજ 7પ વર્ષ થતા હોઇ તેમણે રાષ્ટ્ર વિકાસ માટે કરેલ સંઘર્ષ , સમર્પણ અને બલિદાન તેમજ આપેલ અમુલ્ય યોગદાનથી સમગ્ર દેશની જનતા માહીતગાર થાય અને તેમનામાથી પ્રેરણા લઇ તેમના માં રાષ્ટ્ર ભાવના અને દેશ પ્રેમ પ્રબળ બને તે માટે સમગ્ર દેશના ચુંનીદા શહેરોમા નોમત્સવ મેગા મ્યુઝીકલ મલ્ટીમીડીયા શો નુ આયોજન એનજીઓ ફેડરેશન દ્વારા રાજકોટના પ્રસિધ્ધ હાસ્ય અને લોકસાહિત્ય કલાકાર સાંઇરામ દવેની સમગ્ર ટીમના માધ્યમથી આગામી તા. 14 સપ્ટેમ્બર 2025 ને રવીવારે સાંજે 7 કલાકે રેસકોર્ષ ગ્રાઉન્ડ રાજકોટ ખાતે આયોજન કરવામા આવ્યુ છે.

આ કાર્યક્રમ ગીત સંગીત અને નાટય સાથે મોદીજીનાં જીવનનાં વિવિધ પ્રસંગોનુ રસાળ નાટયરુપાંતરણનુ દિગ્દર્શન વિરલ રાચ્છ કરશે રાહુલ મુંજારીયા સંગીત પીરસશે તથા કોરીયોગ્રાફર અંકુર પઠાણની ટીમ દ્વારા ભવ્ય નૃત્યો રજુ થશે.

મુંબઇના ડીમોલીશન ક્રુ દ્વારા ઓપરેશન સિંદુરનાં ગીતો પર દિલધડક સ્ટંટ સાથે ડાન્સ રજુ થશે મોદીજીની જીવનયાત્રા પર લખાયેલા સપાખરા ગીત પર કેરળની માર્શલ આર્ટ કલારીપાયાટુ નાં કલાકારો વીરરસનો વોર ડાન્સ રજુ કરશે ભવ્ય પ્રોપ્સ અને હાઇફાઇ ટેકનીકસથી સજજ નમોત્સવ કાર્યક્રમ દર્શકો માટે માણવા અને જાણવા જેવો બની રહેશે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની બાળપણથી લઇ 75 વર્ષ સુધીની સંઘર્ષ ગાથા અને યથો ગાથા ગીત , સંગીતથી મઢીને અદભુત પાત્રો, દૈદીપ્યમાન કૌશલ્ય , આકર્ષક વેશભુષા સાથે 150 થી વધુ કલાકારો દ્વારા જીવંત નાટયશૈલીનાં સ્વરુપમા રજુ કરવામા આવશે આ ઉપરાંત કાર્યક્રમમા મંજુરી મળ્યેથી 100 જેટલા ડ્રો સાથેનાં ડ્રોન શો યોજવાનુ પણ આયોજન થઇ રહયુ છે તો આ ભવ્યાતિભવ્ય અને અદભુત કાર્યક્રમ નીહાળવા અને માણવા રાજકોટ સહીત સમગ્ર સૌરાષ્ટ્રની જનતાને નમ્ર અનુરોધ છે.

Tags :
gujaratgujarat newspm modirajkotrajkot news
Advertisement
Next Article
Advertisement