મોરબી રોડ ઉપર બનશે મનપાનો અદ્યતન પાર્ટી પ્લોટ
ગ્રીનલેન્ડ ચોકડીથી મોરબી જતા એચ.પી.ના પંપની બાજુમાં રૂા.4.21 કરોડના ખર્ચે નીર્માણ થશે
રાજકોટ શહેરના સર્વાગી વિકાસ માટે મહાનગર પાલિકાએ છેવાડાના વિસ્તારમાં સુવિધા વધારવાનો પ્રારંભ કર્યો છે. જે અંતર્ગત સેન્ટલઝોન અને વેસ્ટઝોન બાદ હવે ઇસ્ટઝોનમાં પ્લાટી પ્લોટ બનાવવાનો નિર્ણય લઇ ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી છે. જે અંતર્ગત મોરબી રોડ ઉપર 4.21 કરોડના ખર્ચે અદ્યતન પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે અને આ પાર્ટી પ્લોટ મનપાએ નિયત કરેલા સામાન્ય દરથી શહેરી જનોને ભાડેથી આપવામાં આવશે
મનપાના બાંધકામ વિભાગ માથી પ્રપ્તા થયેલ વિગત મુજબ વોર્ડ નં.4માં પાર્ટી પ્લોટ બનાવવાને મંજૂરી આપવામાં આવી છે અને ટ્રેન્ડર પ્રક્રિયા હાથ ધરાય છે. જે મુજબ વોર્ડ નં.4માં ટીપી સ્કીમ નં.12 ફાયનલ પ્લોટન નં.94-95 પર રૂા.4.21 કરોડના ખર્ચે પાર્ટી પ્લોટ બનાવવામાં આવશે સામાકાંઠા વિસ્તારમાં પ્રસંગો માટે કોમ્યુનીટી હોલ અનેક સ્થળે આવેલા છે. પરંતુ આ વિસ્તારના લોકો દ્વારા મનપા સચાલિત પાર્ટી પ્લોટ બનાવવાની માંગ ઉઠેલ જેના લીધે ટીપી વિભાગને આ વિસ્તારમાં પ્લોટ શોધવા માટેની દરખાસ્ત કરવામાં આવેલ જેના આધારે સૌથી વધુ વિકસીત મોરબી રોડ ઉપર ટીપી સ્કીમ નં.12ના ફાયનલ પ્લોટ નં.94-95ની પસંદગી કરવામાં આવી છે અને પાર્ટી પ્લોટનું ટ્રેન્ડર પ્રસિદ્ધ કરાયું છે. બાંધકામ વિભાગના જણાવયા મજુબ ગ્રીનલેન્ડ ચોકડથી મોરબી જતા રોડ ઉ5ર એચ.પીના પેટ્રોલપંપની બાજુમાં આવેલ મનપાના વિશાળ પ્લોટ ઉપર રૂા.4.21 કરોડના ખર્ચે અદ્યતન પાર્ટી પ્લોટ તૈયાર કરવામાં આવશે.
બાંધકામ વિભાગે વધુમા જણાવેલ કે લોકોની માંગ મુજબ પાર્ટી પ્લોટ તૈયાર થશે આ પાર્ટી પ્લોટમાં લોન્જ તેમજ વર વધુ માટેના અલગ અલગ 80 રૂમ ટોયલેટ બાથરૂમ તથા રસોડા અને અન્ય ડેકોરેશન તૈયાર કરવામાં આવશે હાલ ટ્રેન્ડર પ્રસિદ્ધ કરેલ હોય કામગીરી પૂર્ણ થતા દરખાસ્તા તૈયાર કરી સ્ટેન્ડિગમાં મંજૂરી અર્થે મોકલવામાં આવશે તૈયાર બાદ વર્ક ઓડર આપી ઝડપથી પાર્ટી પ્લોટનું કામ પૂર્ણ કરી શહેરીજનો માટે ખુલી મુકી રજિસ્ટ્રેશન સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે