ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

જમવા બાબતે માતા સાથે માથાકૂટ કરતા પિતાનો પગ ભાંગી નાખતો કપાતર પુત્ર

11:16 AM Jan 11, 2025 IST | Bhumika
Advertisement

ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવા તજવીજ હાથ ધરતી પોલીસ

Advertisement

જામનગરના ઇન્દિરા કોલોની વિસ્તારમાં એક નરાધમ પુત્ર એ પોત પ્રકાશયું હતું, અને માતા સાથે જમવા બાબતે જીભાજોડી કરી રહેલા વૃદ્ધ પિતા ઉપર લોખંડના પાઇપ વડે હુમલો કરી દેતાં પગ ભાંગી નાખ્યો છે. અને પિતાને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ત્યાં તેઓના પગનું ઓપરેશન કરાયું છે. પોલીસે નરાધમ પુત્રની અટકાયત કરી લઇ પોલીસ લોક-અપમાં બેસાડી દીધો છે.પ્રાપ્ત વિગત મુજબ જામનગરમાં ખેતીવાડી, ઈન્દીરા કોલોની શેરી નં.1 ખાતે રહેતા જેરામદાસ શામળદાસ પરમાર નામના 76 વર્ષના વૃધ્ધ ઉપર તેના જ પુત્ર મનસુખે લોખંડના પાઈપ વડે હુમલો કરી ફ્રેકચરની ઈજા પહોંચાડતા તેઓએ સીટી સી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

જેરામદાસ પરમારે તેઓના પત્ની પાસે જમવાનું માંગતા જેની ના પાડતા ગુસ્સે થયા હતા, આથી તેના પુત્ર મનસુખે તેઓ ઉપર હુમલો કર્યો હોવાનું ફરિયાદમાં પોલીસ દફતરે જાહેર થયું છે.

આ બનાવ પછી પિતાને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, ત્યાં તાત્કાલિક અસરથી તેઓના પગની સર્જરી કરવામાં આવી છે. આ બનાવની તપાસ ચલાવી રહેલા સીટી સી. ડિવિઝનના પી.એસ.આઇ ડી.કે.ગોહિલ તુરતજ હરકતમાં આવ્યા હતા, અને હુમલો કરનાર પુત્રની અટકાયત કરી લઈ તેને પોલીસ લોકપ માં બેસાડી દીધો છે, તેમજ પિતાનું નિવેદન નોંધ્યું છે.

બનાવની તપાસ ચલાવી રહેલા સીટી સી. ડિવિઝનના પી.એસ.આઇ ડી.કે.ગોહિલે હુમલો કરનાર પુત્ર મનસુખ પરમારની અટકાયત કરી લઈ તેને પોલીસ લોકપ માં બેસાડી દીધો છે. જ્યારે હુમલામાં વપરાયેલો લોખંડનો પાઈપ કબ્જે કરવામાં આવ્યો છે.

Tags :
attack newsatttackjamanagrarjamnagara news
Advertisement
Next Article
Advertisement