જામકંડોરણાના સોળવદરમાં ચેકડેમમાં નાહવા પડેલી સગીરાનુ ડૂબી જતા મોત
જામકંડોરણાનાં સોળદવર ગામે ખેત મજુરી અર્થે આવેલા પરીવારની 14 વર્ષનીસગીરા ચેકડેમમા ન્હાવા પડતા ઉંડા પાણીમા ગરકાવ થઇ ગઇ હતી. ચેક ડેમમા ડુબી જતા સગીરાનુ મોત નીપજતા પરીવારમા ગમગીની છવાઇ જવા પામી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ મુળ મધ્યપ્રદેશનાં વતની અને હાલ જામકંડોરણાનાં સોળવદર ગામે સંજયભાઇ રમણીકભાઇ ભાલોડીયાની વાડીએ ખેતી કામ કરતા શ્રમીક પરીવારની ગેદીબેન ઉર્ફે ગુડીબેન સનાભાઇ માવી નામની 14 વર્ષની સગીરા વાડીની બાજુમા આવેલા ચેકડેમમા ન્હાવા પડી હતી. સગીરા ઉંડા પાણીમા ગરકાવ થઇ જતા ડુબી ગઇ હતી.
સગીરાને બેભાન હાલતમા બહાર કાઢી તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડવામા આવી હતી જયા તેણીની સારવાર કારગત નીવડે તે પુર્વે જ મોત નીપજતા પરીવારમા અરેરાટી સાથે શોકની લાગણી પ્રસરી છે.
પ્રાથમીક પુછપરછમા મૃતક સગીરાનો પરીવાર મુળ મધ્યપ્રદેશનો વતની છે. અને મૃતક સગીરા 4 ભાઇ છ બહેનમા વચેટ હતી. સગીરા ચેકડેમમા ન્હાવા પડતા ડુબી જવાથી મોત નીપજયુ હોવાનુ જાણવા મળ્યુ છે.