સગીરાની ચુંદડી થ્રેસર મશીનમાં લપેટાઈ જતાં ગળે ટૂંપાથી મોત
ધ્રોલ તાલુકાના લૈયારા ગામની સીમ વિસ્તારનો કરૂણાજનક કિસ્સો
જામનગર જિલ્લાના ધ્રોળ તાલુકાના લયારા ગામની સીમ વિસ્તારમાં એક વાડીમાં કરુણા જનક કિસ્સો બન્યો છે.ધૂળ નું તગારું લેવા જઈ રહેલી 15 વર્ષની પર પ્રાંતીય સગીરા ની ચુંદડી થ્રેસર મશીનમાં આવી જતાં ગળે ટુંપો લાગવાથી બનાવના સ્થળેજ કરુણ મૃત્યુ નિપજ્યું છે.આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના વતની અને હાલ ધ્રોલ તાલુકાના લૈયારા ગામના ખેડૂત ભરતભાઈ માવજીભાઈ વાડોદરિયા ની વાડીમાં રહીને મજૂરી કામ કરતા બાનુભાઈ વસુનિયા ની 15 વર્ષની પુત્રી અનિતા, કે જે ઘૂળનું તગારું લેવા જઈ રહી હતી, જે દરમિયાન અકસ્માતે તેની ચૂંદડી થ્રેસર મશીનમાં આવી ગઈ હતી, અને પુલીમાં વીંટાઈ જવાથી તેણીને ગળે ટૂંપો આવી ગયો હતો. આ બનાવને લઈને શ્રમિક પરિવારમાં ભારે અફડાતફડી મચી ગઈ હતી.
આ બનાવ બાદ 108 ની ટુકડીને સ્થળ પર બોલાવી લેવામાં આવી હતી, અને તેઓએ અનિતાબેન ને તપાસીને મૃત્યુ પામેલી જાહેર કરી હતી.આ બનાવ અંગે મૃતક ના મોટાભાઈ સતીષ વસુનીયાએ પોલીસને જાણ કરતાં ધ્રોળ પોલીસ સ્ટેશનના પોલીસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. વઘોરા બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને મૃતદેહનો કબ્જો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.