કોટડા સાંગાણીના લોઠડામાં બુધવારી બજારમાંથી મોબાઇલ ચોરાઇ જતા સગીરે ઝેરી દવા પી લીધી
કુતિયાણાના ચૌટા ગામે યુવકનો એસિડ પી આપઘાતનો પ્રયાસ
કોટડા સાંગાણીનાં પીપલાણા ગામે કારખાનામા કામ કરતો સગીર લોઠડા બુધવારી બજારમા ખરીદી કરવા ગયો હતો. ત્યારે સગીરનો ફોન ચોરાઇ ગયો હતો. જેથી સગીરને માઠુ લાગી આવતા ઝેરી દવા પી લીધી હતી. આપઘાતનો પ્રયાસ કરનાર સગીરને સારવાર માટે ખસેડવામા આવ્યો હતો.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ કોટડા સાંગાણીનાં પીપલાણા ગામે કારખાનામા કામ કરતો મનીષ પપુભાઇ શર્મા નામનો 16 વર્ષનો સગીર લોઠડા ગામે બુધવારી બજારમા ખરીદી કરવા ગયો હતો. ત્યારે આંગળીનાં ઇલમે સગીરનુ ધ્યાન ભટકાવી મોબાઇલ સેરવી લીધો હતો. મોબાઇલ ચોરી થઇ જતા સગીરને માઠુ લાગી આવતા કારખાનામા હતો. ત્યારે ઝેરી દવા પી લીધી હતી. સગીરને ઝેરી અસર થતા સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો.
આ ઉપરાંત બીજા બનાવમા કુતીયાણાનાં ચૌટા ગામે રહેતા અરૂણ વિજયભાઇ પરમાર (ઉ.વ. 3ર) રાત્રીનાં અગીયારેક વાગ્યાનાં અરસામા પોતાનાં ઘરે હતો. ત્યારે કોઇ અગમ્ય કારણોસર એસીડ પી લીધુ હતુ. યુવકની તબીયત લથડતા તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયો હતો. ઉપરોકત બંને બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
--