રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

ખંભાળિયાના વિરમદળ ગામે કુવામાં પટકાતા પરપ્રાંતીય યૂવાનનું મોત

11:41 AM Dec 03, 2024 IST | Bhumika
Advertisement
Advertisement

ખંભાળિયા તાલુકાના વિરમદળ ગામના વાડી વિસ્તારમાં આવેલી ગાગજી વારી સીમમાં રહેતા આલાભાઈ કરસનભાઈ રાવલિયા નામના એક આસામીની વાડીમાં આવેલા આશરે 70 ફૂટ ઊંડા અને 40 ફૂટ પાણી ભરેલા કૂવામાંથી એક યુવાનનો મૃતદેહ પડ્યો હોવા અંગેની જાણ વાડી માલિક દ્વારા ફાયર વિભાગને કરવામાં આવી હતી. જેને અનુલક્ષીને ફાયર અધિકારી મિતરાજસિંહ પરમારના માર્ગદર્શન હેઠળ ફાયર સ્ટાફના જવાનોએ તાકીદે આ સ્થળે દોડી જઈ અને કૂવામાંથી યુવાનનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.આ મૃતદેહ મધ્યપ્રદેશ રાજ્યના વતની એવા અશ્વિન અજમેરસિંહ ડામોર નામના 25 વર્ષના શ્રમિક યુવાનનો હોવાનું જાહેર થયું છે. મૃત્યુ અંગેનું કોઈ ચોક્કસ કારણ જાહેર થયું નથી. જે અંગે પોલીસે પોસ્ટમોર્ટમ સહિતની જરૂૂરી કાર્યવાહી કરી હતી.

Tags :
deathgujaratgujarat newsKhambhaliyaKhambhaliya news
Advertisement
Next Article
Advertisement