વતન જતી પરપ્રાંતીય પરિણીતાનું રેલવે સ્ટેશન ઉપર ઢળી પડતા મોત
પાંચ મહિના પહેલાં જ પ્રેમલગ્ન કર્યા’તા: ડાયાબિટીશ, ટીબીની બીમારીથી મોત
શહેરની ભાગોળે કુવાડવા નજીક રફાળા ગામે રહેતી પરપ્રાંતિય પરિણીતા વતન જવા રાજકોટ રેલવે સ્ટેશન હતી. ત્યારે બીમારી સબબ ઢળી પડતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાતા તેમનું મોત નીપજ્યુ હતુ.
જાણવા મળતી વિગત મુજબ મુળ ઉતરપ્રદેશની વતની અને હાલ કુવાડવા નજીક રફાળા ગામે જય દ્વારકાધીશ કોટન નામના કારખાનામાં કામ કરતી ભારતી કુમારી બોલીકુમાર જાટવ (ઉ.વ.22) નામની પરિણીતા ગઇ કાલે બપોરે પોતાના વતન યુપી જવા રાજકોટ રેલવે સ્ટેશનખ પર ટ્રેનની રાહ જોઇને ઉભી હતી.
દરમિયાન પ્લેટફોર્મ નં.4 .પર અચાનક બેભાન થઇ ઢળી પડતા તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જયા સારવાર દરમિયાન તેણીનું મોત નીપજ્યુ હતુ આ અંગે પ્રનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી છે.પ્રાથમિક તપાસમાં મૃતક પરિણીતાએ પાંચ મહિના પહેલા જ પ્રેમલગ્ન કર્યા હતા. ડાયાબિટીસ અને ટીબીની બીમારીથી મોત થયાનુ જાણવા મળ્યુ છે.