પોલીસ કમિશનર કચેરીમાં આધેડનો ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ
2021માં સિટી બસમાં ટિકિટ વગર પકડાયાનો આરોપ મૂકી પોલીસે ખોટી રીતે ધરપકડ કરી’તી: ન્યાય ન મળતા ભરેલું પગલું
શહેરના ગોંડલ રોડ પર ઓશો આશ્રમમાં રહેતા આઘેડ પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. તેઓની વર્ષે 2021માં સીટીબસમાં ટીકીટ વગર પકડાયાનો આરોપ મૂકી પોલીસે ખોટી રીતે ધરપકડ કરી હોય જેથી આ અન્યાય સામે અનેક વાર રજુઆતો છતા ન્યાય ન મળતા તેમણે આ પગલુ ભરી લીધુ હતુ.
જાણવા મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર આવેલા ઓરો આશ્રમમા રહી હરતુ ફરતુ જીવન જીવતા રમેશભાઇ ભવાનભાઇ મકવાણા (ઉ.વ.50) નામના આઘેડ ગઇ કાલે સાંજે પોલીસ કમિશનર કચેરીમાં ફિનાઇલ પી આપઘાતનો પ્રયાસ કરતા તેમને 108 મારફત સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા આ અંગે સિવિલ ચોકી સ્ટાફે પ્રાથમિક નોંધ કરી પ્રનગર પોલીસને જાણ કરી હતી.
પ્રાથમિક તપાસમાં તેઓ બે ભાઇમાં નાના સંતાનમાં એક પુત્રક અને એક પુત્રી છે તેઓ ઘણા સમયથી ઘર છોડી આશ્રમમા રહે છે. તેઓ વર્ષ 2021મા સીટીબસમાં જતા હતા તેમણે રૂા.10ની ટીકીટ લીધી હોવા છતા ટીકીટ ન હોવાનો ખોટો આરોપ મૂકી પોલીસે ધરપકડ કરી હતી, જેથી તેમની સાથે અન્યાય થતા તેમણે ડીસીપીને અનેકવાર રજુઆત કરવા છતા કોઇ કાર્યવાહી થઇ જ હતી બે દિવસ પહેલા પોલીસ કમિશનરને પણ રજુઆત કરી હતી આમ છતા ન્યાય ન મળતા તેમણે આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે.