ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

તળાજાના ત્રાપજ ગામના આધેડનું પાંચ પીપળા નજીક અકસ્માતમાં મોત

12:02 PM Jun 16, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

કારચાલકે અડફેટે લેતા કાળ ભેટ્યો

તળાજા ભાવનગર નેશનલ હાઇવે બાઈક સવાર ત્રાપજના આધેડ અને ફોરવહીલ ના અકસ્માત ને લઈ રક્તરંજીત બન્યો હતો.બનાવ ના પગલે ત્રાપજ ગામના સરપંચ સહિત રાજકીય અને સામાજિક આગેવાનો તળાજા હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

ટ્રેકટર રીપેરીંગ નું કામ કરી જીવન નો નિર્વાહ ચલાવતા હીરાભાઈ ધનજીભાઈ જાળેલા ઉ.વ.58 પોતાનું બાઈક લઈ હાઇવે પરના ધાબાપર જમીને પાંચ પીપળા નજીકના પેટ્રોલપંપ ઉપર પેટ્રોલ પુરાવી ને રોડપર ચડતા હતા.એજ સમયે કારનં જીજે05-આર.કે.3636 સાથે અકસ્માત સર્જાયો હતો.અકસ્માત મા ગંભીર ઇજા થતાં હીરાભાઈ જાળેલા ને કાર ચાલક માનવતા ખાતર તળાજા હોસ્પિટલમાં લાવેલ.જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરેલ હતા.
બનાવ ના પગલે પાલિવાલ સમાજના આગેવાનો, ક્ષત્રિય સમાજના પ્રમુખ દિગ્વિજયસિંહ ગોહિલ,ત્રાપજ ના સરપંચ દિગુભા ગોહિલ સહિતના હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા.

Tags :
accidentdeathgujaratgujarat newsTalajaTalaja newsTrapaj village
Advertisement
Next Article
Advertisement