ચોટીલા દર્શને જવા નીકળેલા ખંભાળિયાના આધેડનું રાજકોટ પહોંચતા હાર્ટ બેસી ગયું
ખંભાળીયામા રહેતા આધેડ ચોટીલા દર્શન કરવા નીકળ્યા હતા ત્યારે રાજકોટ પહોંચતાની સાથે બેભાન હાલતમા ઢળી પડયા હતા . આધેડને તાત્કાલીક સારવાર માટે સિવીલ હોસ્પીટલ ખાતે ખસેડાયા હતા. જયા તબીબે આધેડનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયુ હોવાનુ જાહેર કરતા પરીવારમા શોકની લાગણી પ્રસરી છે.
આ બનાવ અંગે પોલીસમાથી જાણવા મળતી વિગત મુજબ ખંભાળીયામા આવેલા શકિત નગરમા રહેતા રમેશભાઇ હિરાભાઇ ચોપડા નામનાં પ0 વર્ષનાં આધેડ ગઇકાલે સવારે છએક વાગ્યાનાં અરસામા સિવીલ હોસ્પીટલ કમ્પાઉન્ડમા હતા ત્યારે બેભાન હાલતમા ઢળી પડતા તાત્કાલીક સારવાર માટે ઇમરજન્સી વોર્ડમા ખસેડાયા હતા. જયા ફરજ પરનાં તબીબે રમેશભાઇ ચોપડાનુ હૃદય રોગનાં હુમલાથી મોત નીપજયુ હોવાનુ જાહેર કરતા પરીવારમા કલ્પાંત સર્જાયો હતો. રમેશભાઇ ચોપડા ચોટીલા દર્શન કરવા નીકળ્યા બાદ રાજકોટ પહોંચતા જ આવેલો હૃદય રોગનો હુમલો જીવલેણ નીવડયો હોવાનુ જાણવા મળ્યુ છે.