હડમતિયા (ગોલીડા)ના આધેડનો આર્થિક ભીંસથી કંટાળી આપઘાત
ઘરેથી વાડીએ જવાનું કહી નીકળ્યા બાદ રસ્તામાં ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું
શહેરની ભાગોળે હડમતિયા (ગોલીડા)ગામના આધેડે આર્થીકભીંસથી કંટાળી ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવારમાં ગમગીની છવાઇ જવા પામી છે. ઘરેથી વાડીએ જવાનુ કહી નીકળયા બાદ રસ્તામાં આપગલુ ભરી લીધુ હતુ.
જાણવા મળતી વિગત મુજબ હડમતિયા (ગોલીડા)ગામે રહેતા વિનુભાઇ વાલજીભાઇ હિરપરા (ઉ.વ.49)નામના આધેડ આજે સવારે ઘરેથી વાડીએ જવાનુ કહી નીકળ્યા બાદ હડમતિયા અને સાજડીયા રોડ પર બેભાન હાલતમાં મળી આવતા તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયા ફરજ પરના તબીબે જોઇ તપાસી તેમને મૃત જાહેર કર્યા હતા. આ અંગે સિવિલ ચોકીના સ્ટાફે પ્રાથમિક નોંધ કરી આજીડેમ પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલે દોડી જઇ જરૂરી કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી.
મૃતદેહના પીએમ રીર્પોટમા આધેડ ઝેરી દવાપી લીધાનુ ખુલવા પામ્યુ હતુ. પ્રાથમિક તાપસમાં મૃતક બેભાઇ ચાર બહેનમાં વચેટ અને ખેતી કામ કરતા હોવાનુ અને તેમને સંતાનમાં એક પુત્ર હોવાનુ જાણવા મળ્યુ છે.વધુ તપાસમાં આર્થીકભીંસ અને પત્નીને કેન્સરની બીમારી હોય જેનાથી કંટાળી તેમણે આ પગલુ ભરી લીધાનુ જાણવા મળ્યુ છે. આ બનાવથી એકના એક પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવી દેતા પરિવારમાં શોકની લાગણી છવાઇ જવા પામી હતી.