ચોટીલાના ચોબારી ગામના આધેડનું પાલનપુર પાસે બાઈક અકસ્માતમાં મોત
થાનમાં પ્રૌઢે ફિનાઈલ પી લેતાં સારવારમાં ખસેડાયા
ચોટીલા તાલુકાના ચોબારી ગામે રહેતાં આધેડ પાલનપુર પાસેથી બાઈક લઈ જઈ રહ્યા હતાં ત્યારે બાઈક સ્લીપ થતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર રીતે ઘવાયેલા આધેડનું મોત નિપજતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુુજબ, ચોટીલાના ચોબારી ગામે રહેતાં શૈલેષભાઈ રામરતનદાસ ગોંડલીયા (ઉ.48) પોતાનું બાઈક લઈ ગત તા.25નાં રોજ રાત્રીનાં સમયે પાલનપુરના ફીલુશા ગામ પાસેથી પસાર થઈ રહ્યાં હતાં ત્યારે શૈલેષભાઈએ ડ્રાઈવીંગ પરનો કાબુ ગુમાવતાં બાઈક સ્લીપ થયું હતું. બાઈક અકસ્માતમાં ઘવાયેલા આધેડે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન દમ તોડતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો.
આ ઉપરાંત બીજા બનાવમાં થાનમાં રહેતાં હિમતભાઈ પરેશભાઈ પરમાર નામના 45 વર્ષના પ્રૌઢે કોઈ અગમ્ય કારણોસર બપોરના અરસામાં ફીનાઈલ પી લીધું હતું. પ્રૌઢને ઝેરી અસર થતાં તાત્કાલીક સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતાં. ઉપરોકત બન્ને બનાવ અંગે પોલીસે નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
