ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

દંપતી વચ્ચે થયેલી બોલાચાલીમાં વ્યથિત આધેડે જિંદગી ટૂંકાવી

11:40 AM May 02, 2025 IST | Bhumika
Advertisement

 

Advertisement

દ્વારકા તાલુકાના વાંચ્છુ ગામની સીમ વિસ્તારમાં રહેતા માંડણભા આલાભા માણેક નામના 50 વર્ષના આધેડે ગત તારીખ 16 એપ્રિલના રોજ પોતાના હાથે ઝેરી દવા પી લેતા તેમનું જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે દ્વારકા પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ માંડણભા માણેકની 8 વર્ષની પુત્રીને તેમણે પેપર દેવા જવાનું કહેતા તે પેપર દેવા જતી ન હતી. આ બાબતે માંડણભાને તેમના પત્ની સાથે બોલાચાલી થઈ હતી.આ અંગે તેમને મનમાં લાગી આવતા તેમણે પોતાના હાથે ઘરમાં રહેલી જંતુનાશક ઝેરી દવા પી લીધી હતી.

જેના કારણે તેમને સૌપ્રથમ ખંભાળિયાની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં ગત તારીખ 26 એપ્રિલના રોજ તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

દ્વારકાના હોમ સ્ટે સંચાલકો સામે કાર્યવાહી
દ્વારકામાં જૂની ગૌશાળા પાસે એક હોમ સ્ટેના સંચાલક આલાભાઈ સીદાભાઈ નાજાણી અને જલારામ સોસાયટી વિસ્તારમાં આવેલા કાના ભવન હોમ સ્ટેના સંચાલક બાબુભાઈ નકાભાઈ રબારી દ્વારા અહીં આવતા મુસાફરોની ઓનલાઈન એન્ટ્રી પથિક સોફ્ટવેરમાં ન કરવામાં આવતા આ અંગે દ્વારકા પોલીસ મથકમાં ઉપરોક્ત બંને આસામીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ ગુનો નોંધાયો છે.

Tags :
Dwarkadwarka newsgujaratgujarat newssuicide
Advertisement
Next Article
Advertisement